શોધખોળ કરો

Opposition Meeting : બેંગલુરૂમાં વિપક્ષની મહાબેઠક, જાણો કોણ કોણ પધાર્યું

બેંગલુરુની ફાઈવ સ્ટાર હોટેલમાં આ બેઠક બે દિવસ સુધી ચાલશે.જ્યાં 26 પાર્ટીઓ મહામંથનમાં ભાગ લેશે. મહાગઠબંધનનું નવું નામ રાખવું કે UPA રાખવું, સીટની વહેંચણી અને કન્વીનર રાખવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

Opposition Partys Meeting : 2024ની લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષ એક થવાનો પ્રયાસ કરી રહ્યો છે. પટના બાદ આજે વિપક્ષની બીજી સામાન્ય સભા બેંગલુરુમાં યોજાઈ છે. લોકસભા ચૂંટણી પહેલા વિપક્ષની બીજી બેઠક બેંગલુરુમાં સાંજે 6 વાગ્યે શરૂ થશે. આ માટે એજન્ડા અને મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ પણ નક્કી કરવામાં આવ્યો છે, જેથી આ વખતે વિપક્ષી એકતાની સ્થિતિમાં નક્કર નિર્ણય લઈ શકાય.

બેંગલુરુની ફાઈવ સ્ટાર હોટેલમાં આ બેઠક બે દિવસ સુધી ચાલશે.જ્યાં 26 પાર્ટીઓ મહામંથનમાં ભાગ લેશે. વિપક્ષની બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. મહાગઠબંધનનું નવું નામ રાખવું કે UPA રાખવું, સીટની વહેંચણી અને કન્વીનર રાખવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. 

બેંગલુરુમાં વિપક્ષની ડિનર મીટિંગ યોજાઈ હતી. આ બેઠક સોમવારે સાંજે શરૂ થઈ હતી. જેમાં મલ્લિકાર્જુન ખડગે, નીતિશ કુમાર, અરવિંદ કેજરીવાલ, લાલુ યાદવ સહિત અનેક દિગ્ગજ નેતાઓ સામેલ થયા હતાં. જોકે શરદ પવાર આવતીકાલે (18 જુલાઈ) બેંગલુરુમાં વિપક્ષની બેઠકમાં ભાગ લેશે. આ બેઠકમાં વિરોધ પક્ષના 26 પક્ષો ભાગ લે તેવી શક્યતા છે. 

કોણ કોણ પહોંચ્યું?

મલ્લિકાર્જુન ખડગે અને સોનિયા ગાંધી બેંગલુરુ પહોંચ્યા

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિપક્ષની બેઠક માટે બેંગલુરુ પહોંચ્યા હતા. આ બેઠકમાં 26 સમાન વિચારધારા ધરાવતા પક્ષો ભાગ લઈ શકે છે.

મહાગઠબંધનને નવું નામ અપાશે?

કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે કહ્યું હતું કે, આ તમામ વિષયો ચર્ચાનો વિષય છે. અમે ટૂંક સમયમાં નક્કી કરીશું કે નવું નામ આવવું જોઈએ કે નહીં. યુપીએ બહારના અન્ય પક્ષોએ પણ બેઠકમાં હાજરી આપી હતી. અમે તેના પર કામ કરી રહ્યા છીએ.

બિહારના સીએમ નીતિશ કુમાર ડિનર માટે પહોંચ્યા

JDU નેતા અને બિહારના CM નીતિશ કુમાર કર્ણાટકના બેંગલુરુમાં વિપક્ષની ડિનર મીટિંગ માટે પહોંચ્યા હતાં.

લાલુ પ્રસાદ યાદવ અને તેજસ્વી યાદવ પણ પહોંચ્યા

આરજેડીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવ અને બિહારના નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ બેંગલુરુમાં યોજાનારી વિરોધ પક્ષોની બેઠકમાં ભાગ લેવા પટના એરપોર્ટ પહોંચ્યા હતા.

સીએમ સિદ્ધારમૈયા ડિનર મીટિંગના સ્થળે 

કર્ણાટકના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા બેંગલુરુમાં વિપક્ષની રાત્રિભોજન બેઠકના સ્થળે પહોંચ્યા હતાં.

અરવિંદ કેજરીવાલ AAP નેતાઓ સાથે બેંગલુરુમાં

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને AAP સાંસદ સંજય સિંહ બેંગલુરુમાં યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ભાગ લેવા બેંગલુરુ પહોંચ્યા હતાં.

મમતા બેનર્જી બેંગલુરુ પહોંચ્યા

પશ્ચિમ બંગાળના સીએમ અને ટીએમસી ચીફ મમતા બેનર્જી બે દિવસીય સંયુક્ત વિપક્ષની બેઠક માટે બેંગલુરુ પહોંચી ગયા છે.

કર્ણાટકના સીએમએ કેન્દ્ર પર નિશાન સાધ્યું

વિપક્ષની બેઠક પર કર્ણાટકના સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થા વિપક્ષી પાર્ટીઓએ નહીં, પરંતુ નરેન્દ્ર મોદીએ બગાડી છે. તમામ વિપક્ષી પાર્ટીઓ એક સાથે આવી રહી છે.

અખિલેશ યાદવ બેંગલુરૂ પહોંચ્યા

સમાજવાદી પાર્ટી (SP)ના વડા અને યુપીના પૂર્વ સીએમ અખિલેશ યાદવ વિપક્ષની બેઠક માટે બેંગલુરુ પહોંચી ગયા છે. તેમણે કહ્યું હતું કે, બે તૃતિયાંશ વસ્તી ભાજપને હરાવવા જઈ રહી છે. મને આશા છે કે દેશની જનતા ભાજપને કારમી હાર આપશે. મને ચારે બાજુથી ઈનપુટ મળી રહ્યા છે, દેશમાંથી ભાજપનો સફાયો થઈ જશે.

ઉદ્ધવ ઠાકરેના સાથે તેમના પુત્ર આદિત્ય ઠાકરે સાથે બેંગલુરૂમાં ધામા

બેંગલુરુમાં સંયુક્ત વિપક્ષની બેઠક પર શિવસેના-ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે, 'હું ઉદ્ધવ ઠાકરે સાથે બેંગલુરુ જઈ રહ્યો છું, જે પક્ષ દેશના હિત, લોકશાહી અને લોકશાહી માટે કામ કરવા માંગે છે. તેમાં સામેલ તમામ પક્ષો ઉદ્ધવ ઠાકરે સાથે છે. 

તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિન વિપક્ષની બેઠક માટે પહોંચ્યા

તમિલનાડુના મુખ્યમંત્રી અને ડીએમકેના વડા એમકે સ્ટાલિન અને પાર્ટીના સાંસદ ટીઆર બાલુ વિપક્ષની બેઠક માટે બેંગલુરુ પહોંચ્યા.

મહેબૂબા મુફ્તીની પણ એન્ટ્રી

પીડીપી ચીફ અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી વિપક્ષની બેઠકમાં ભાગ લેવા બેંગલુરુ પહોંચી ગયા છે.

આ અગ્રણી નેતાઓ બેઠક માટે પહોંચ્યા હતા

વિપક્ષની બેઠક માટે અત્યાર સુધી જે અગ્રણી નેતાઓ પહોંચ્યા છે તેમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મમતા બેનર્જી, એમકે સ્ટાલિન, અખિલેશ યાદવ, ઉદ્ધવ ઠાકરે, હેમંત સોરેન, સીતારામ યેચુરીનો સમાવેશ થાય છે. નીતીશ કુમાર, લાલુ યાદવ અને અરવિંદ કેજરીવાલ ટુંક સમયમાં પહોંચ્યા હતાં છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : જીવનું જોખમHun To Bolish: હું તો બોલીશ : નારી તું નારાયણીGyan Prakash Swami : જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર પહોંચ્યા, જલારામ બાપાની માંગી માફીPM Modi In Surat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા સુરત, કરાયું ભવ્ય સ્વાગત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
યુક્રેન પછી ટ્રમ્પની રશિયાને પણ ધમકી: 'મોડું થાય તે પહેલાં બંને દેશો વાતચીત કરી લો, નહીં તો....'
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
મહારાષ્ટ્રની રાજનીતિમાં નવો વળાંક: ફડણવીસે કહ્યું – પહેલી સરકારના નિર્ણયો માત્ર શિંદેના નહીં પણ....
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
Crime News: અમદાવાદમાં હેવાનિયત: સગા પિતાએ 10 વર્ષની દીકરી પર આચર્યું દુષ્કર્મ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
હોળી પર ટ્રેનમાં પ્રવાસ કરતાં પહેલા આ સમાચાર વાંચો, રેલ્વે મંત્રાલયે નિયમોમાં કર્યા મોટા ફેરફાર, જાણો ફટાફટ
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
વિરોધ વધતા જ્ઞાન પ્રકાશ સ્વામી જલારામ બાપાના શરણે, વીરપુરમાં મંદિરે જઈ માફી માંગી
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
ખાનગી નોકરીયાતો માટે મહત્વના સમાચાર! 2025માં સરેરાશ પગાર વધારો કેટલો રહેશે? ડેલોઇટના રિપોર્ટમાં થયો ખુલાસો
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
PM મોદી સેલવાસ પહોંચ્યા, 450 બેડની નમો હોસ્પિટલનું પ્રથમ ફેઝનું કર્યું લોકાર્પણ
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
શું ખરેખર દુબઈમાં સોનું સસ્તું? ભારત કરતાં કેટલું સસ્તુ અને 10 ગ્રામ પર કેટલી થશે બચત? જાણો વિગતવાર
Embed widget