'2024 માં વિપક્ષ ભાજપને હરાવશે, પરિણામો લોકોને ચોંકાવશે', રાહુલ ગાંધીનો અમેરિકામાં મોટો દાવો
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે અને તેઓ સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે
Rahul Gandhi in America: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે અને તેઓ સતત ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ વોશિંગ્ટનમાં નેશનલ પ્રેસ ક્લબમાં અનેક સવાલોના જવાબ આપ્યા અને આગામી વર્ષની લોકસભાની ચૂંટણીમાં ભાજપને સત્તા પરથી હટાવવા માટે વિપક્ષો એક સાથે આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
#WATCH | "The opposition is pretty well united, and it's getting more & more united. We are having conversations with all the opposition. I think quite a lot of good work is happening there. It's a complicated discussion because there are spaces where we are competing with the… pic.twitter.com/gEmNizFLYz
— ANI (@ANI) June 1, 2023
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મને લાગે છે કે કોંગ્રેસ પાર્ટી 2024ની લોકસભા ચૂંટણીમાં ખૂબ જ સારો દેખાવ કરશે અને લોકોને ચોંકાવશે. વિપક્ષ પોતાના દમ પર એકલા જ ભાજપને હરાવી દેશે.
"Opposition is well united, a bit of give and take is required": Rahul Gandhi in Washington DC
— ANI Digital (@ani_digital) June 1, 2023
Read @ANI Story | https://t.co/ZUDcH0t8Fy#RahulGandhi #WashingtonDC #OppositionUnity pic.twitter.com/X2gyk0MVff
'ભારતમાં વિપક્ષ એક થયા, જમીન પર ઘણું બધું થઈ રહ્યું છે'
વોશિંગ્ટન ડીસીના પ્રેસ ક્લબમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભારતમાં વિપક્ષ એક થયા છે. જમીન પર ઘણું બધું થઈ રહ્યું છે. આ સરકાર સામે છૂપો અંડર કરંટ છે જે આગામી ચૂંટણીઓમાં લોકોને આશ્ચર્યચકિત કરશે. લોકસભાની ચૂંટણીને આડે એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે અને કોંગ્રેસ અન્ય વિપક્ષી પાર્ટીઓ સાથે સતત વાતચીત કરી રહી છે.
#WATCH | "...I asked a rhetorical question... I am the first person in India to be given the highest punishment for a defamation case, in history, since 1947. Nobody has been given a maximum sentence that too on the first offence. That should explain what’s going on to you and my… pic.twitter.com/Fl0b8cr6bL
— ANI (@ANI) June 1, 2023
ભારત જોડો યાત્રા અને માનહાનિના કેસમાં આ વાત કહી
ભારત જોડો યાત્રાનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતમાં સમગ્ર વિપક્ષ સંઘર્ષ કરી રહ્યો છે. સંસ્થાઓ કબજે કરવામાં આવે છે. અમે લોકતાંત્રિક લડાઈ લડવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. એટલા માટે થોડા મહિના પહેલા અમે ભારતભરમાં ફરવાનું વિચાર્યું હતું.
બીજી તરફ પોતાના પર થયેલા માનહાનિના કેસ પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, 'મેં ક્યારેય વિચાર્યું નહોતું કે હું એવો પહેલો વ્યક્તિ બનીશ કે જેને માનહાનિના મામલામાં સૌથી મોટી સજા થશે અને લોકસભાનું સભ્યપદ ગુમાવવું પડશે પરંતુ રાજકીય રીતે આનાથી મને મોટી તક મળી છે.