Pahalgam Terror Attack: પહેલગામ આતંકવાદી હુમલા બાદ મોટી કાર્યવાહી, ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત
Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરક્ષા દળોએ ખીણમાંથી 1,500 થી વધુ લોકોની અટકાયત કરી છે.

Pahalgam Terror Attack: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ સુરક્ષા દળોએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. સુરક્ષા દળોએ ખીણમાંથી 1,500 થી વધુ લોકોની અટકાયત કરી છે. આમાં એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ (OGW) છે અથવા આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે.
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. હુમલા બાદ સરહદી રાજ્ય પંજાબે પણ પોતાની સુરક્ષા વધારી દીધી છે. આ આતંકવાદી હુમલા બાદ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે (23 એપ્રિલ 2025) ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી. ગૃહમંત્રીને ઘટનાઓના ક્રમ અને આતંકવાદીઓ ગાઢ પાઈન જંગલોથી ઘેરાયેલા લોકપ્રિય પર્યટન સ્થળ સુધી કયા માર્ગો દ્વારા પહોંચ્યા હશે તેની પણ માહિતી આપવામાં આવી હતી. આ સ્થળ શ્રીનગરથી લગભગ 110 કિલોમીટર દૂર છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સહિત વિશ્વભરના નેતાઓએ જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી અને ભારત સાથે એકતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની વાતચીતમાં, ટ્રમ્પે આતંકવાદી હુમલાની સખત નિંદા કરી અને આ જઘન્ય હુમલાના ગુનેગારોને ન્યાયના કઠેડામાં લાવવામાં ભારતને સંપૂર્ણ સમર્થન આપ્યું.
ભારત આપશે જડબાતોડ જવાબ'- રાજનાથ સિંહ
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પહેલગામ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. તેમણે દેશવાસીઓને ખાતરી આપી કે સરકાર દરેક જરૂરી પગલાં લેશે. સંરક્ષણ મંત્રીએ કહ્યું, "પહેલગામમાં એક ચોક્કસ ધર્મને નિશાન બનાવીને આતંકવાદીઓએ કાયરતાપૂર્ણ કૃત્ય કર્યું, જેમાં ઘણા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા. હું દેશવાસીઓને ખાતરી આપવા માંગુ છું કે સરકાર દરેક જરૂરી પગલાં લેશે. અમે ફક્ત આ કૃત્યના કાવતરાખોરો સુધી જ નહીં, પરંતુ પડદા પાછળના લોકો સુધી પણ પહોંચીશું."
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, "આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલામાં આપણા દેશે ઘણા નિર્દોષ નાગરિકો ગુમાવ્યા છે. આ અમાનવીય કૃત્યથી આપણે બધા ઊંડા શોક અને પીડામાં છીએ. સૌ પ્રથમ, હું એવા તમામ પરિવારો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે. હું આ દુઃખદ સમયમાં દિવંગત આત્માઓની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરું છું."
'ભારતને ડરાવી નહીં શકો'
સંરક્ષણ મંત્રીએ કહ્યું, "આતંકવાદ સામે આપણી ઝીરો ટોલરન્સ નિતિ છે. ભારતનો દરેક નાગરિક આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે એકજૂથ છે. ભારતને ડરાવી શકાય નહીં. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દરેક જરૂરી અને યોગ્ય પગલું ભરશે.
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે બુધવારે (23 એપ્રિલ, 2025) પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા કરી. આ બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, ત્રણેય સેનાના વડાઓ, સંરક્ષણ સચિવ અને સેનાના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ હાજર રહ્યા હતા. સંરક્ષણ મંત્રીએ સશસ્ત્ર દળોને આતંકવાદ વિરોધી કાર્યવાહી વધુ તીવ્ર બનાવવાનો નિર્દેશ આપ્યો.
સંરક્ષણ મંત્રીએ કહ્યું, "આતંકવાદ સામે અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે. ભારતનો દરેક નાગરિક આ કાયરતાપૂર્ણ કૃત્ય સામે એકજૂથ છે. હું દેશવાસીઓને ખાતરી આપું છું કે આ ઘટનાને ધ્યાનમાં રાખીને, ભારત સરકાર દરેક જરૂરી અને યોગ્ય પગલું ભરશે."





















