શોધખોળ કરો

પાકિસ્તાને ભારત સાથે વાત કરી, બંને દેશ યુદ્ધ વિરામ પર સહમત, વિદેશ સચિવે આપી જાણકારી

પાકિસ્તાને ભારતનો સંપર્ક કર્યો અને બંને દેશો વચ્ચે વાતચીત દ્વારા યુદ્ધ વિરામ પર સહમતી બની. સરકારે શનિવારે કહ્યું, ઘણા દિવસો સુધી સૈન્ય કાર્યવાહી અને બંને પડોશી દેશો વચ્ચે વધતા તણાવ બાદ સિઝફાયરની સહમતી બની છે.

નવી દિલ્હી: પાકિસ્તાને ભારતનો સંપર્ક કર્યો અને બંને દેશો વચ્ચે વાતચીત દ્વારા યુદ્ધ વિરામ પર સહમતી બની. સરકારે શનિવારે કહ્યું, ઘણા દિવસો સુધી સૈન્ય કાર્યવાહી અને બંને પડોશી દેશો વચ્ચે વધતા તણાવ બાદ સિઝફાયરની સહમતી બની છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે  દાવો કર્યો કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ પર સંમત થયા છે. તેમણે એક્સ પર પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. 

વિદેશ સચિવ વિક્રમ મિસરીએ જણાવ્યું હતું કે, "પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO) એ આજે ​​બપોરે 15.30 વાગ્યે ભારતના DGMO ને ફોન કર્યો. તેમની વચ્ચે સંમતિ થઈ હતી કે બંને પક્ષો 1700 કલાક (5 વાગ્યા) થી જમીન, હવા અને સમુદ્રમાં તમામ ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરશે," 

વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિશ્રીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે શનિવાર (10 મે, 2025) બપોરે પાકિસ્તાનના ડીજીએમઓએ (ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન્સ) ફોન કરીને પહેલ કરી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે ચર્ચા થઈ હતી અને સર્વસંમતિ સધાઈ હતી.

પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે પણ X પર પોસ્ટ કરીને પુષ્ટિ કરી હતી કે પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થયા છે. 

યુએસ પક્ષે તેને બંને દેશોની "સામાન્ય સમજ "નું પરિણામ ગણાવ્યું, અને બંને દેશોને આ નિર્ણય બદલ અભિનંદન આપ્યા. હવે એવી અપેક્ષા છે કે સરહદો પર શાંતિ પુનઃસ્થાપિત થશે અને બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે વધુ સકારાત્મક પગલાં લેવામાં આવશે.

કોઈપણ આતંકવાદી હુમલો ભારત સામે યુદ્ધ ગણાશે

આ દરમિયાન, ભારત સરકારે આજે નિર્ણય લીધો છે કે ભવિષ્યમાં કોઈપણ આતંકવાદી હુમલો ભારત સામે એક્ટ ઓફ વોર માનવામાં આવશે.  એટલે કે તેને ભારત સામેનું યુદ્ધ ગણવામાં આવશે. ભારત સરકાર આતંક ફેલાવતા દુશ્મન દેશને યુદ્ધ જેવો જવાબ આપશે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 10 રાજ્યોમાં તબાહી મચાવશે વરસાદ: 80 kmph ની ઝડપે ફૂંકાશે પવન, IMDનું એલર્ટ
વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો
વિદ્યાર્થી આંદોલનના પહેલા દિવસે જ ધર્મેન્દ્ર પ્રધાને કરી હતી રાજીનામાની ઓફર: ભાજપ નેતાનો મોટો દાવો
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્
18 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી, જાણો વધુ અપડેટ્

વિડિઓઝ

Rajkot Fraud Case: વિદેશ ટુરનું બુકિંગ કરતા પહેલા સાવધાન, રાજકોટમાં 50 લાખથી વધુની છેતરપિંડી
Gujarat Rain Forecast: રાજ્યમાં વરસાદના બીજા રાઉંડને લઈ હવામાન વિભાગની આગાહી
Ahmedabad Mayor: અમદાવાદના મેયર બન્યા લોકોના રોષનો ભોગ
Valsad Rescue : વલસાડમાં બાળકીનું દિલધડક રેસ્ક્યૂ , આબાદ બચાવ
Ahmedabad Water Logging : ઘરોમાં ઘૂસ્યા, પાણી વાત કરતાં કરતાં મહિલા રડી પડી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ગુજરાતમાં ભારે વરસાદથી હજારો વીઘા ખેતરો બેટમાં ફેરવાયા, જાણો કયા જિલ્લામાં ખેડૂતોને થયું સૌથી વધુ નુકસાન
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
ટેકનોલોજીથી રોકાશે પેપર લીક! PM મોદીએ આઈટી નિષ્ણાંત નંદન નીલેકણીને સોંપી મોટી જવાબદારી
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
મીરાબાઈ ચાનુએ રચ્યો ઈતિહાસ: 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ મેડલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
પહેલા રન-આઉટ, હવે કેચ: ઈશાન કિશનનું ધ્યાન ક્યાં છે? 24 કલાકમાં કરી બીજી મોટી ભૂલ
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી? જાણો હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની મોટી આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
આ તારીખથી વરસાદ ફરી ભુક્કા બોલાવશે! બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય થતાં ભારે આગાહી
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની આગાહી, બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા પડશે ધોધમાર વરસાદ
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
T20I માં આવું કરનાર પ્રથમ ભારતીય ઓપનર બન્યો અભિષેક શર્મા, શાસ્ત્રી-માંકડની ક્લબમાં એન્ટ્રી!
Embed widget