પાકિસ્તાનને મળશે ભારતની કોરોના રસી, જાણો પાડોશી દેશને કઈ રસી આપવામાં આવશે
પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાના સચિવ આમિર અશરફ ખ્વાજાએ પીએસીને જણાવ્યું કે, દેશને ભારતમાં બનેલ કોરોના રસી આ મહિનામાં મળશે.
ભારતમાં બનેલી કોરોના વેક્સીનના સાડા ચાર કરોડ વેક્સીનનો જથ્થો પાકિસ્તાનને આપવામાં આવશે. સપ્ટેમ્બર 2020માં પાકિસ્તાન સાથે કરવામાં આવેલી ગાવી વેક્સીન સમજૂતી હેઠળ ભારત પાકિસ્તાનને આ વેક્સીનનો જથ્થો આપશે. આ સમજૂતી હેઠળ દુનિયાના તમામ દેશોને વેક્સીન આપવામાં આવી રહી છે.
આ મહિને 16 મિલિયન કોવિડ વેક્સીનનો જથ્થો પાકિસ્તાન પહોંચી જશે. જ્યારે જુન સુધીમાં 45 મિલિયન ડોઝ પાકિસ્તાનને અપાશે. પાડોશી દેશ પાકિસ્તાનને સીરમ ઈંસ્ટીટ્યુટે બનાવેલ કોવિશિલ્ડ વેક્સીન અપાશે. પાકિસ્તાનમાં અત્યાર સુધીમાં 27.5 મિલિયન લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી છે. જેમાં ફ્રંટ લાઈન વર્કર અને સિનિયર સિટીઝનો સામેલ છે.
પાકિસ્તાનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સેવાના સચિવ આમિર અશરફ ખ્વાજાએ પીએસીને જણાવ્યું કે, દેશને ભારતમાં બનેલ કોરોના રસી આ મહિનામાં મળશે.
જણાવીએ કે, પાકિસ્તાને અત્યાર સુધીમાં ચાર રસી, સિનોફ્રામ (ચીન), ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા (બ્રિટેન), સ્પૂતિક-વી( રશિયા) અને કેનસિનો બાયો (ચીન)ને મંજૂરી આપી છે.