શોધખોળ કરો
જમ્મુ: આરએસ પુરામાં પાકિસ્તાને કર્યું ફાયરિંગ, BSFનો 1 જવાન શહીદ, 6 ઘાયલ

જમ્મુ: જમ્મુ જિલ્લામાં અંતરરાષ્ટ્રીય સરહદથી લાગેલા આર.એસ પુરા અને અરનિયા સેક્ટરોમાં પાકિસ્તાની સૈનિકો દ્વારા સંઘર્ષ વિરામનો ઉલ્લંઘન કરતા 15થી વધુ સીમા ચોકીઓ અને 28 બસ્તિયો પર મોર્ટાર બોમ્બ ફેંક્યા અને સ્વંય સંચાલિત હથિયારોથી કરવામાં આવેલી ગોળીબારમાં બીએસએફનો એક જવાન શહીદ થયો હતો અને છ અન્ય લોકો ઘાયલ થયા છે. બીએસએફના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું, “સંઘર્ષ વિરામ ઉલ્લંઘન દરમિયાન ગોળીબારમાં હેડ કોસ્ટેબલના માથામાં ઈજા થઈ હતી. અને તે શહીદ થઈ ગયો હતો.” જવાનની ઓળખ બિહારમાં મોતિહારી જિલ્લાના નિવાસી જિતેન્દ્ર કુમારના રૂપમાં કરવામાં આવી છે. જમ્મુ જિલ્લામાં અંતરરાષ્ટ્રીય સરહદ પર અરનિયા અને આરએસ પુરાથી લાગેલ 20થી વધુ બસ્તિઓ પર પાકિસ્તાની સૈનિકોએ ગોળીબાર કરી અને 15થી વધુ સીમા ચોકીઓને પણ નિશાને બનાવ્યા હતા, જેને બીએસએફના જવાનોએ મૂંહતોડ જવાબ આપ્યો હતો.
વધુ વાંચો





















