શોધખોળ કરો
Advertisement
આર્ટિકલ 370 હટવાથી રઘવાયા પાકિસ્તાને લગાવ્યો વધુ એક પ્રતિબંધ, જાણો હવે ભારતની કઈ વસ્તુ પર લાગ્યો બેન
પાકિસ્તાને આ પગલું ત્યારે ઉઠાવ્યું છે જ્યારે ગત દિવસોમાં ભારત સરકારે જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 370ને ખતમ કર્યો છે.
નવી દિલ્હીઃ આર્ટિકલ 370 રદ્દ થયા બાદ પાકિસ્તાન રખવાયું થયું છે. પાકિસ્તાન ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી (PEMRA)એવી ટેલિવિઝન જાહેરાત પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત કરી છે જે ભારતમાં પોડ્યૂસ કરવામાં આવી હોય અથવા તેમાં કોઈ ભારતીય કલાકાર હોય.
PEMRAએ બુધવારે એક નિવેદન રજૂ કરતા કહ્યું, ‘પાકિસ્તાની ટીવી સ્ક્રીન્સ પર ભારતીય કેરેક્ટર્સની ઉપસ્થિતિ પાકિસ્તાનીઓના દુ:ખ વધારે છે જે કાશ્મીરી ભાઈઓ પર ભારતીય અત્યાચારોથી પરેશાન છે.’PEMRA ઑડિનન્સ 2002ના સેક્શન 27 (a)ને લાગુ કરતા ઑથોરિટીએ ડેટૉલ, સર્ફ એક્સલ સહિત ઘણી મલ્ટીનેશનલ બ્રાન્ડ્ઝની એડ્સને બેન કરી દીધી છે.
જણાવી દઈએ કે, પાકિસ્તાને આ પગલું ત્યારે ઉઠાવ્યું છે જ્યારે ગત દિવસોમાં ભારત સરકારે જમ્મૂ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપનારા આર્ટિકલ 370ને ખતમ કરવા અને જમ્મૂ-કાશ્મીર તથા લદ્દાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાનો નિર્ણય લીધો હતો. આ નિર્ણય બાદ પાકિસ્તાન રઘવાયું થયું છે અને પુલવામાં જેવા હુમલાની ધમકી આપતું ફરે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
ટેકનોલોજી
બિઝનેસ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion