શોધખોળ કરો

UP BJPના નવા અધ્યક્ષ બન્યાં પંકજ ચૌધરી, કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કરી જાહેરાત

UP BJP New Chief: પંકજ ચૌધરી મહારાજગંજ સંસદીય મતવિસ્તારમાંથી સાત વખત સાંસદ રહ્યા છે અને કુર્મી જાતિના છે. તેમને પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે

UP BJP New Chief:ભારતીય જનતા પાર્ટીએ રવિવારે (14 ડિસેમ્બર, 2025) ના રોજ  નાણાં રાજ્ય મંત્રી પંકજ ચૌધરીને ભાજપના ઉત્તર પ્રદેશ એકમના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જાહેર કર્યા. ચૌધરી બિનહરીફ ચૂંટાયા, કારણ કે, 13  ડિસેમ્બરની નામાંકન પ્રક્રિયા દરમિયાન તેઓ એકમાત્ર ઉમેદવાર હતા. 14  ડિસેમ્બરના રોજ લખનૌમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની હાજરીમાં તેમના નામાંકનની જાહેરાત કરવામાં આવી હતી.

કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું, "આજે,  14 ડિસેમ્બર, 2025 ના રોજ, સંગઠન પર્વ (સંગઠન દિવસ) ના શુભ પ્રસંગે, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે, પંકજ ચૌધરીને ભારતીય જનતા પાર્ટી, ઉત્તર પ્રદેશના નવા પ્રમુખ તરીકે સર્વાનુમતે નિયુક્ત કરવામાં આવ્યા છે.  હું આ આ જાહેરાત કરતા ખૂબ હર્ષ અનુભવી રહ્યો છું

પંકજ ચૌધરી મહારાજગંજ સંસદીય મતવિસ્તારમાંથી સાત વખત સંસદ સભ્ય રહ્યા છે અને કુર્મી જાતિના છે, જે અન્ય પછાત વર્ગ (OBC) હેઠળ આવે છે. તેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહના વિશ્વાસુ માનવામાં આવે છે.

કુર્મી સમુદાયનો ઉત્તર પ્રદેશના ઓબીસીમાં નોંધપાત્ર પ્રભાવ છે, અને 2024ની લોકસભા અને 2022ની વિધાનસભા ચૂંટણીમાં, આ જાતિ રાજ્યના મુખ્ય વિપક્ષી પક્ષ, સમાજવાદી પાર્ટી તરફ ઝુકાવ ધરાવે છે. પંકજ ચૌધરીની રાજકીય કારકિર્દી સ્થાનિક સ્તરે શરૂ થઈ હતી, તેમણે 1989 થી 1991 સુધી ગોરખપુરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્ય તરીકે સેવા આપી હતી. આ સમય દરમિયાન, તેમણે એક વર્ષ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે સેવા આપી હતી. બાદમાં તેમને ગોરખપુરના ડેપ્યુટી મેયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ અભિનંદન પાઠવ્યા

નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યએ પંકજ ચૌધરીને ઉત્તર પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનવા બદલ અભિનંદન આપ્યા. નાયબ મુખ્યમંત્રીએ લખ્યું, "ભારત સરકારમાં કેન્દ્રીય રાજ્યમંત્રી પંકજ ચૌધરી, ઉત્તર પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના રાજ્ય અધ્યક્ષ તરીકે ચૂંટાયા બદલ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ... મને વિશ્વાસ છે કે તમારા નેતૃત્વ હેઠળ, સંગઠન નવી ઉર્જા અને દૃઢ નિશ્ચય સાથે જાહેર સેવાની ભાવનાને વધુ મજબૂત બનાવશે. પીએમ મોદી અને તમારા નેતૃત્વ હેઠળ, ઉત્તર પ્રદેશમાં ભાજપ સંગઠન અપાર ઊંચાઈએ પહોંચશે અને નિઃશંકપણે 2027 માં ઉત્તર પ્રદેશમાં જંગી વિજય પ્રાપ્ત કરશે."

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જ્યાં જોઇએ ત્યાં રોડ ખોદાયેલા કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : શાબાશ પોલીસ
Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે બીમારીનું પાણી?
Gujarat Police Recruitment : PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
Santrampur Temple: સંતરામપુર મંદિર ખાતે બોર ઉછામણીની જોરદાર ઉજવણી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
કોંગ્રેસે 5 રાજ્યો માટે સ્ક્રીનીંગ કમિટી રચી: પ્રિયંકા ગાંધીને મળી આ રાજ્યની મોટી જવાબદારી
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
અમદાવાદમાં પોર્ન વીડિયોના નામે 82 વર્ષના વૃદ્ધને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી 7.12 કરોડ પડાવ્યા, છેતરપિંડીનો કિસ્સો વાંચી હચમચી જશો
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
શું મોહમ્મદ શમીનું કરિયર ખતમ? NZ સામેની વન-ડે ટીમમાં સ્થાન ન મળતા ફેન્સ થયા ભાવુક
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD ની શારીરિક કસોટીની તારીખ જાહેર, 13,591 જગ્યાઓ માટે જંગ
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાથી આવ્યા ખરાબ સમાચાર! સોનાના ભાવમાં ભડકો, 1 તોલાનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Video: US આર્મીની ફિલ્મી એન્ટ્રી! CH-47 હેલિકોપ્ટરથી વેનેઝુએલાને ઘેરી લીધું ? જુઓ વાયરલ વીડિયો
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
Weather Update:રાજ્યના આ વિસ્તારમાં વધશે ઠંડીનું જોર, હવામાન વિભાગની આગાહી
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
8 જાન્યુઆરીથી 25 ફેબ્રુઆરી સુધી ધામાસાણ! ગુજરાત કોંગ્રેસે ફૂંક્યું આંદોલનનું રણશિંગુ, વાંચો રિપોર્ટ
Embed widget