શોધખોળ કરો
સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ 16 નવેંબરથી, બજેટ સત્ર પણ વહેલુ બોલાવાશે
નવી દિલ્લીઃ સરકારે સંસદના શિયાળુ સત્રનો પ્રારંભ 16 નવેંબરથી કરવાનો નિર્ણય કર્યો છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર કેંદ્રીય મંત્રીમંડળની સંસદીય મામલાની સમિતિની બેઠક ગુરુવારે સાંજે મળી હતી. જેમા નિર્ણય લેવામાં આવ્યો હતો કે, સંસદનું શિયાળુ સત્ર 16 નવેંબરથી 16 ડિસેંબર સુધી બોલાવવામાં આવશે.
મોટા ભાગે શિયાળું સત્ર નવેંબરના ચોથા અઠવાડીયે શરૂ થાય છે. અને ડિસેંબરના ચોથા અડવાડીયા સુધી ચાલુ રહેતુ હોય છે. સરકાર આ વખતે બજેટ સત્રને પરંપરાથી હટીને જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં બોલાવશે.
સરકાર ઇચ્છી રહી છે કે, બજેટ સત્ર ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં રજૂ કરવામાં આવે. અને આ પ્રક્રિયા 31 માર્ચ પહેલા પુરી કરી લેવામાં આવે, જેથી કરીને આવતા વર્ષેની યોજનાઓ માટે ફાળવણી ફેબ્રુઆરીમા જ કરી દેવામાં આવે. અત્યાર સુધી બજેટ સત્ર ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં જ બોલવવામાં આવ્યા છે. અને બજેટ સત્ર મે મહિનામાં પુરું થાય છે. સરકાર પહેલેથી જ આ નિર્ણય કરી ચુકી છે કે, રેલવે બજેટ અલગથી રજૂ નહી કરવામાં આવે. પરંતુ આ બજેટમાં જ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દેશ
ગુજરાત
Advertisement