બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ યુવકની હત્યા: મુસ્લિમ મિત્રએ ગોળી મારીને પતાવી દીધો, 10 દિવસમાં ત્રીજી ઘટના
bangladesh minority violence: બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા (Violence Against Hindus) ચરમસીમાએ છે.

bangladesh minority violence: બાંગ્લાદેશમાં (Bangladesh) લઘુમતી હિન્દુઓ પર અત્યાચારનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. મૈમનસિંઘ જિલ્લામાં વધુ એક હિન્દુ યુવક બજેન્દ્ર બિશ્વાસની ગોળી મારીને હત્યા (Murder) કરવામાં આવી છે. આઘાતજનક બાબત એ છે કે હત્યારો બીજું કોઈ નહીં પણ તેનો જ મુસ્લિમ મિત્ર અને સહકર્મી નોમાન મિયા છે. છેલ્લા 10 દિવસમાં હિન્દુ યુવકની હત્યાની આ ત્રીજી ઘટના છે, જેના કારણે લઘુમતી સમુદાયમાં ભયનો માહોલ છે.
મજાક મજાકમાં મોત? ફેક્ટરીમાં બની લોહિયાળ ઘટના
આ કરુણ ઘટના સોમવારે, 29 December, 2025 ના રોજ સાંજે 6:45 વાગ્યે બની હતી. ભાલુકા ઉપ-જિલ્લામાં આવેલી 'સુલતાના સ્વેટર્સ લિમિટેડ' નામની ગાર્મેન્ટ ફેક્ટરીમાં બજેન્દ્ર બિશ્વાસ અને તેનો મિત્ર નોમાન મિયા સુરક્ષા ગાર્ડ (Security Guard) તરીકે ફરજ બજાવતા હતા. બંને અંસાર દળના સભ્યો હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, વાતચીત દરમિયાન નોમાને પોતાની સરકારી શોર્ટગન મજાકમાં બજેન્દ્ર તરફ તાકી હતી. આ દરમિયાન અચાનક ટ્રિગર દબાઈ જતા ગોળી સીધી બજેન્દ્રની ડાબી જાંઘમાં વાગી હતી. વધુ પડતું લોહી વહી જવાને કારણે હોસ્પિટલમાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આરોપી નોમાનની ધરપકડ (Arrest) કરી લીધી છે.
10 દિવસમાં 3 હિન્દુઓની હત્યા, મૈમનસિંઘ બન્યું 'એપિસેન્ટર'
બાંગ્લાદેશમાં હિન્દુઓ વિરુદ્ધ હિંસા (Violence Against Hindus) ચરમસીમાએ છે. ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં એટલે કે મૈમનસિંઘ જિલ્લામાં જ થોડા દિવસો પહેલા 18 December ના રોજ ભીડે દીપુ ચંદ્ર દાસ નામના હિન્દુ યુવકને ઢોર માર મારીને જીવતો સળગાવી દીધો હતો. તે ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ બજેન્દ્રની હત્યા થઈ છે. આ સિવાય ઢાકામાં અમૃત મંડલ નામના યુવકની પણ ગોળી મારીને હત્યા કરાઈ હતી. આમ, માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં 3 હિન્દુ યુવાનોની હત્યાથી સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
એકમાત્ર કમાઉ દીકરો ગુમાવ્યો, ષડયંત્રની આશંકા
મૃતક બજેન્દ્ર બિશ્વાસ સિલ્હટ સદરના કાદિરપુર ગામનો વતની હતો અને પોતાના પરિવારનો એકમાત્ર કમાઉ સભ્ય (Sole Earner) હતો. ભલે આરોપી નોમાન આ ઘટનાને એક અકસ્માત કે મજાક ગણાવી રહ્યો હોય, પરંતુ વર્તમાન અશાંત પરિસ્થિતિને જોતા સ્થાનિકો અને માનવાધિકાર સંગઠનો (Human Rights Organizations) આની પાછળ કોઈ ઊંડું ષડયંત્ર હોવાની શંકા સેવી રહ્યા છે. ફેક્ટરીમાં સુરક્ષા માટે 20 જેટલા ગાર્ડ તૈનાત હોવા છતાં આ ઘટના બની તે તપાસનો વિષય છે.




















