શોધખોળ કરો

સંસદના ચોમાસુ સત્રમાં આ 15 બિલ પર થઇ શકે છે ચર્ચા, જાણો વિગતો

સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી મળશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેની જાણકારી આપી છે.

નવી દિલ્હીઃ આગામી 19 જૂલાઇથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થવા જઇ રહ્યું છે જે 13 ઓગસ્ટ સુધી ચાલશે. આ દરમિયાન સરકાર દ્ધારા સંસદમાં ડીએનએ ટેકનોલોજી બિલ, માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોની દેખભાળ અને કલ્યાણ બિલ, ટ્રિબ્યુનલ રિફોર્મ બિલ અને ફેક્ટરિંગ રેગ્યુલેશન સુધારા બિલ સહિત અન્ય 15 બિલને ચર્ચા માટે સંસદમાં લાવવામાં આવી શકે છે. કોરોનાની બીજી લહેરના કારણે સંસદનું આ સત્ર હંગામેદાર રહેવાની આશા સેવાઇ રહી છે.

આ અગાઉ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ 19 જૂલાઇથી સંસદના મોનસૂન  સત્રની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે કહ્યું કે સંસદનું ચોમાસુ સત્ર 19 જૂલાઇથી 13 ઓગસ્ટ સુધી રહેશે. જેમાં 19 દિવસ કાર્યદિવસ હશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, તમામ સભ્યો અને મીડિયાને કોરોનાના નિયમો અનુસાર મંજૂરી આપવામાં આવશે. આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત રહેશે. પરંતુ અમે એ લોકોને ટેસ્ટ કરવાની અપીલ કરીશું જેમણે હજુ સુધી રસી લીધી નથી.

જ્યારે રાજ્યસભા સચિવાલયે કહ્યું હતું કે, રાજ્યસભાના 254મું સત્ર 19 જૂલાઇથી શરૂ થવા જઇ રહ્યું છે. આ સત્ર 13 ઓગસ્ટ સુધી ચાલશે. બંન્ને ગૃહોમાં 19 બેઠકો થશે. કોરોનાની બીજી લહેર વચ્ચે સત્રનું આયોજન કોરોનાના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને કરવામાં આવી રહ્યું છે. છેલ્લા સત્રની જેમ સાંસદોને સોશિયલ ડિસ્ટન્સિંગના આધાર પર બેસવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મોન્સૂન સત્રમાં આ વખતે વિપક્ષ સરકારને અનેક મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કરશે.

ધીમા રસીકરણ કે પછી ત્રીજી લહેરને લઈને તૈયારીઓ હોય, આ તમામ મુદ્દા પર વિપક્ષ સરકાર પર નિશાન સાધવાનો પ્રયત્ન કરશે. કૃષિ કાયદા રદ્દ કરવાની માગ પણ ફરી એક વખત સંસદમાં ઉઠી શકે છે. જ્યારે બીજી બાજુ સરકારનો પ્રયત્ન હશે કે કોઈપણ વિઘ્ન વગર વધુમાં વધુ સંસદનું કામકાજ થાય.  સાથે જ સરકારનો ટાર્ગેટ હશે તે વધુમાં વધુ બિલ સંસદમાંથી પાસ કરાવે. નોંધનીય છે કે દેશમાં કોરોનાની ત્રીજી લહેરની પણ આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
દિલ્હી-ફુકેટ ફ્લાઈટમાં બંને પાઇલટ નશામાં હતા? ડોપ ટેસ્ટ પોઝિટિવ આવતા મોટો ખુલાસો
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
ઈ-બાઈક અને સ્કૂટર સસ્તા થશે? કેન્દ્ર સરકારે EV સબસિડી માટે મંજૂર કર્યા ₹1,000 કરોડ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
મહીસાગરમાં મેઘતાંડવ: કોઠંબામાં 5 ઈંચ વરસાદ, સુવા ગામમાં ફસાયેલા 128 લોકોનું રેસ્ક્યૂ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં મોટો વિસ્ફોટ: સોનું 2 મહિનાની ટોચે, ચાંદી ₹2,000 ઉછળી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Embed widget