(Source: ECI/ABP News/ABP Majha)
Partition : ...તો ભારત-પાકિસ્તાનના ભાગલા જ ના પડ્યા હોત : ભારતના 'જેમ્સ બોન્ડ'
તેમણે દેશના ભાગલા અને નેતાજીના વ્યક્તિત્વને લઈને આક્રમક નિવેદન આપ્યું હતું. NSAએ કહ્યું હતું કે, જો નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જીવતા હોત તો ભારતનું વિભાજન થયું જ ના હોત.
Ajit Doval On Netaji Subhas Chandra Bose: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અને જેમ્સ બોન્ડ તરીકે જાણીતા અજીત ડોભાલે આજે દિલ્હીમાં નેતાજી સુભાષ ચંદ્ર બોઝ મેમોરિયલમાં પ્રથમ ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે દેશના ભાગલા અને નેતાજીના વ્યક્તિત્વને લઈને આક્રમક નિવેદન આપ્યું હતું. NSAએ કહ્યું હતું કે, જો નેતાજી સુભાષ ચંદ્ર બોઝ જીવતા હોત તો ભારતનું વિભાજન થયું જ ના હોત.
તેમણે કહ્યું હતું કે, નેતાજીએ તેમના જીવનમાં ઘણી વખત હિંમત બતાવી અને તેમનામાં મહાત્મા ગાંધીને પડકારવાની હિંમત પણ હતી. પરંતુ ત્યારે મહાત્મા ગાંધી તેમની રાજકીય કારકિર્દીની ટોચ પર હતા. પછી બોઝે કોંગ્રેસ છોડી દીધી હતી. ડોભાલે આગળ કહ્યું હતું કે, હું સારું કે ખરાબ નથી કહી રહ્યો, પરંતુ ભારતીય ઈતિહાસ અને વિશ્વ ઈતિહાસમાં એવા લોકોમાં બહુ ઓછી સામ્યતા છે જેમનામાં પ્રવાહની વિરુદ્ધ જવાનું સાહસ હતું જે સરળ નહોતું.
"જાપાને નેતાજીને આપ્યું હતું સમર્થન"
ડોભાલે કહ્યું હતુ કે, નેતાજી એકલા હતા, જાપાન સિવાય તેમનો સાથ આપવા માટે કોઈ દેશ તૈયાર નહોતો. NSAએ કહ્યું હતું કે, નેતાજીએ કહ્યું હતું કે, હું સંપૂર્ણ આઝાદીથી ઓછી કંઈપણ માટે સમાધાન નહીં કરું. તેઓ માત્ર આ દેશને રાજકીય તાબેદારીમાંથી મુક્ત કરવા માંગતા નહોતા પરંતુ તેમણે એમ પણ કહ્યું હતું કે, લોકોની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક માનસિકતા બદલવાની જરૂર છે અને તેમને આકાશમાં મુક્ત પક્ષીઓની જેમ અનુભવવું જોઈએ.
"ભારતનું વિભાજન નેતાજીની હાજરીમાં થયું ન હોત"
તેમણે આગળ ઉમેર્યું હતું કે, નેતાજીના મનમાં વિચાર આવ્યો કે, હું અંગ્રેજો સામે લડીશ, હું આઝાદીની ભીખ નહીં માંગું. આ મારો અધિકાર છે અને હું મેળવીશ. ડોભાલે હતું કહ્યું કે, જો સુભાષ ચંદ્ર બોઝ હોત તો ભારતનું વિભાજન ના થયું હોત. જિન્નાએ કહ્યું હતું કે, હું માત્ર એક જ નેતાને સ્વીકારી શકું છું અને તે છે સુભાષ ચંદ્ર બોઝ. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે આગળ ઉમેર્યું હતું કે, મારા મગજમાં વારંવાર એક પ્રશ્ન આવે છે કે જીવનમાં આપણા પ્રયત્નો મહત્વના છે કે પરિણામો?
NSAએ કહ્યું હતું કે, નેતાજીના મહાન પ્રયાસો પર કોઈ શંકા ના કરી શકે. મહાત્મા ગાંધી પણ તેમના પ્રશંસક હતા, પરંતુ લોકો ઘણીવાર તમારા પરિણામોના આધારે તમારો ન્યાય કરે છે. તેથી સુભાષ ચંદ્ર બોઝના સમગ્ર પ્રયાસો વ્યર્થ ગયા. NSAએ કહ્યું હતું કે, ઈતિહાસ નેતાજી માટે નિર્દયી રહ્યો છે, હું ખૂબ જ ખુશ છું કે, વડાપ્રધાન મોદી તેમને પુનઃજીવિત કરવા આતુર છે.