શોધખોળ કરો
આ રાજ્યમાં 7 સપ્ટેમ્બરથી શરુ થશે પેસેન્જર ટ્રેન, ખાનગી બસોના સંચાલનને પણ આપી મંજૂરી
દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે અનલોક-4ની ગાઈડલાઈન જાહેર કરી વધુ છૂટછાટો આપી છે.
![આ રાજ્યમાં 7 સપ્ટેમ્બરથી શરુ થશે પેસેન્જર ટ્રેન, ખાનગી બસોના સંચાલનને પણ આપી મંજૂરી Passenger Trains to resume from 7 September Check details here આ રાજ્યમાં 7 સપ્ટેમ્બરથી શરુ થશે પેસેન્જર ટ્રેન, ખાનગી બસોના સંચાલનને પણ આપી મંજૂરી](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/09/02213733/train-.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ચેન્નઈ: દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે ઓનલોક-4ની ગાઈડલાઈન જાહેર કરી વધુ છૂટછાટો આપી છે. તેના અંતર્ગત તમિલનાડુમાં રાજ્ય સરકારે સાત સપ્ટેમ્બરથી પ્રેસેન્જર ટ્રેનોને શરુ કરવાની મંજૂરી આપી દીધી છે. મુખ્યમંત્રી પલાનીસ્વામીએ આ અંગેની જાહેરાત કરી છે. સાથે રાજ્યભરમાં આંતર જિલ્લા બસ પરિવહનને પણ મંજૂરી આપી છે.
પલાનીસ્વામીએ કહ્યું કે, “ 8 સપ્ટેમ્બરથી તમિલનાડુના જિલ્લાઓની વચ્ચે સાર્વજનિક અને ખાનગી બસોને મંજૂરી આપવામાં આવશે. પેસેન્જર ટ્રેનને રાજ્યની અંદર સંચાલન કરવાની મંજૂરી છે.”
ટ્રેન અને બસના સંચાલનને મંજૂરી આપ્યા બાદ તમામ લોકોને સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે કે, મુસાફરી દરમિયાન સરકારની ગાઈડલાઈનનું પાલન કરે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
સમાચાર
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)