(Source: ECI/ABP News/ABP Majha)
ન્યૂ યર પર સૌથી વધુ દારુ ભારતમાં ક્યાં રાજ્યના લોકો પીવે છે ?
નવા વર્ષને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આવી સ્થિતિમાં, જે રાજ્યોમાં લોકો દારૂ પીવે છે ત્યાં દારૂનું વેચાણ વધવાનું છે.
New Year 2024: નવા વર્ષને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. નવા વર્ષ પર લોકો પાર્ટી કરી ન્યૂ યર સેલિબ્રેશન કરતા હોય છે. આવી સ્થિતિમાં, જે રાજ્યોમાં લોકો દારૂ પીવે છે ત્યાં દારૂનું વેચાણ ખૂબ જ વધવાનું છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે દર વર્ષે લોકો નવા વર્ષની ઉજવણી માટે કરોડો રુપિયાનો દારૂ ખરીદે છે. ચાલો આજે અમે તમને જણાવીએ કે નવા વર્ષ પર કયાં રાજ્યના લોકો દ્વારા સૌથી વધુ દારૂ ખરીદવામાં આવે છે.
વર્ષ 2023માં કોણ આગળ હતું
વર્ષ 2023ની ઉજવણીમાં રાજસ્થાનમાં સૌથી વધુ દારૂ પીવામાં આવ્યો હતો. 30 અને 31 ડિસેમ્બર 2022ના રોજ અહીં 35.26 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો. માત્ર જયપુરમાં જ આ બે દિવસમાં 11 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો. દિલ્હીની વાત કરીએ તો અહીં 31 ડિસેમ્બર 2022ના રોજ 9 કરોડ રૂપિયાનો દારૂ વેચાયો હતો. જ્યારે 2021ના આ બે દિવસના ડેટા પર નજર કરીએ તો એક્સાઇઝ ડિપાર્ટમેન્ટના રિપોર્ટ અનુસાર 30-31 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનમાં 77 કરોડ 82 લાખ રૂપિયાનો દારૂ વેચાયો હતો.
ભારતમાં કેટલા લોકો દારૂ પીવે છે
આર્થિક સંશોધન એજન્સી ICRIER અને લો કન્સલ્ટિંગ ફર્મ PLR ચેમ્બર્સના રિપોર્ટ અનુસાર ભારતમાં લગભગ 16 કરોડ લોકો દારૂ પીવે છે. આ સંખ્યામાં 95 ટકા પુરુષો છે. આ પુરુષોની ઉંમર 18 થી 49 વર્ષની વચ્ચે છે. આ સિવાય આ સંખ્યામાં પાંચ ટકા મહિલાઓ દારૂનું સેવન કરે છે. ચાલો હવે તમને જણાવીએ કે કયા રાજ્યના લોકો સૌથી વધુ દારૂ પીવે છે.
કયા રાજ્યના લોકો સૌથી વધુ દારૂ પીવે છે
CRISIL નામની સર્વેક્ષણ કંપનીએ વર્ષ 2020માં સમગ્ર દેશમાં એક સર્વે કર્યો હતો. આ સર્વેમાં જાણવા મળ્યું કે વર્ષ 2020માં ભારતના પાંચ રાજ્યો એવા હતા જ્યાં સૌથી વધુ દારૂનું સેવન કરવામાં આવે છે. આમાં છત્તીસગઢ પ્રથમ નંબરે હતું. અહીંની કુલ વસ્તીમાંથી લગભગ 35.6 ટકા લોકો દારૂ પીવે છે. ત્રિપુરા બીજા સ્થાને છે. અહીંની કુલ વસ્તીના 34.7 ટકા લોકો દારૂ પીવે છે. જ્યારે ત્રીજા નંબરે આંધ્રપ્રદેશ છે. અહીંની કુલ વસ્તીના 34.5 ટકા લોકો નિયમિતપણે દારૂ પીવે છે.