શોધખોળ કરો
Advertisement
દેશના આ રાજ્યમાં સફરજન કરતાં બે ગણા ભાવે વેચાઈ રહી છે ડુંગળી, જાણો કેટલી છે કિંમત
હિમાચલના સોનલ શાક માર્કેટ સહિત આસપાતના બજારોમાં સફરજન અને ડુંગળનીની કિંમતનું આકલન કરવામાં આવ્યું.
નવી દિલ્હીઃ ડુંગળી અને પેટ્રોલની કિંમતમાં તેજીથી સામાન્ય લોકો હેરાન-પરેશાન છે. દિલ્હીમાં પેટ્રોલ 74 રૂપિયાની ઉપર વેચાઈ રહ્યું છે તો ડુંગળની કિંમત 70-80 રૂપિયા પ્રતિ કિલો છે. અન્ય રાજ્યોમાં પણ આવી જ સ્થિતિ છે. હિમાચલની વાત કરીએ તો અહીં તો ડુંગળી સફરજન કરતાં પણ બે ગણી કિંમતે વેચાઈ રહી છે. અહીં સફરજનની કિંમત 30 રૂપિયા પ્રતિ કિલો છે.
હિમાચલના સોનલ શાક માર્કેટ સહિત આસપાતના બજારોમાં સફરજન અને ડુંગળનીની કિંમતનું આકલન કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે બજારમાં 50-60 રૂપિયા પ્રતિ કિલો ડુંગળી વેચાઈ રહી છે. જ્યારે ફળની દુકાનોમાં ગોલ્ડન અને રોયલ સફરજન 30 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. જ્યારે બે કિલો સફરજન 50 રૂપિયામાં વેચાઈ રહ્યા છે. આ વખતે સફરજનનો પાક સારો થયો છે.
ખાદ્ય અને ઉપભોક્તા મામલાના મંત્રી રામવિલાસ પાસવાને મંગળવારે કહ્યું કે, જો ડુંગળનીની જથ્થાબંધ કિંમતો આમ જ વધતી રહેશો તો કેન્દ્ર સરકાર ડુંગળીના વેપારીઓ પર તેના સ્ટોક રાખવાની મર્યાદા નક્કી કરવા વિશે વિચાર કરશે.
તેમણે કહ્યું કે, વેપારીઓને સ્ટોક રાખવાની મર્યાદા નક્કી કરવા માટે સરકાર થોડ઼ા સમય સુધી કિંમતની સ્થિતિની રાહ જોશે કારણ કે સરકાર ખેડૂતોના હિત માટે ચિંતિત છે.
વેપારીના આંકડાથી ખબર પડે છે કે, પુરવઠો ન હોવાને કારણે દિલ્હીમાં ડુંગળની રિટેલ કિંમત 70-80 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગઈ છે. કિંમતની આ સ્થિતિ દેશના અન્ય ભાગમાં પણ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement