શોધખોળ કરો
Advertisement
Petrol Diesel Price 26 Jan: આજે ફરી વધી પેટ્રોલ-ડીઝલની કિંમત, જાણો આજના લેટેસ્ટ ભાવ
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે.
Petrol Diesel Price 26 Jan 2021: પેટ્રોલ ડીઝલની કિંમતમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બે દિવસ બાદ આજે ફરી પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં 35-35 પૈસા પ્રતિ લિટરનો વધારો થયા બાદ હવે પેટ્રોલ 86.05 રૂપિયા અને ડીઝલ 76.23 રૂપિયા પ્રતિ લિટરની રેકોર્ડ સપાટી પર પહોંચી ગઈ છે. આ વર્ષે 26 દિવસમાંથી નવ દિવસ ક્રૂડની કિંમતાં વધારો કરવામાં આવ્યો છે. આ નવ દિવસમાં પેટ્રોલની કિંમત 2.34 રૂપિયા અને ડીઝલ 2.10 રૂપિયા પ્રતિ લિટર વધી છે.
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
ક્રૂડ ઓલીની કિંમત ઘટવા છતાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો
તમને જણાવીએ કે, પેટ્રોલ ડીઝલની કિંમત વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે નક્કી થાય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે ભારતમાં પેટ્રોલ ડીઝલની કિંમત ઘણી ઓછી હોવી જોઈએ. વર્ષ 2014માં ક્રૂડ ઓઈલ 108 ડોલર પ્રતિ બેરલ હતું ત્યારે પેટ્રોલની કિંમત 72 રૂપિયા પ્રતિ લિટર હતી. જ્યારે આજે ક્રૂડ ઓઈલની કિંમત 55 ડોલર રૂપિયા પ્રતિ બેરલ છે તેમ છતાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરની નજીક પહોંચી ગઈ છે. તો સવાલ એ થાય છે કે કિંમતમોમાં આટલો બધો તફાવત કેમ છે? ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો એટલા માટે છે કારણ કે કેન્દ્ર અને રાજ્ય સરકાર ક્રૂડ પર ટેક્સમાં દિવસેને દિવસે વધારો કરી રહી છે. પેટ્રોલ ડીઝલ પર કેન્દ્ર સરકાર એક્સાઈઝ ડ્યૂટી લે છે તો રાજ્ય સરકાર વેટ લગાવે છે.
દરરરોજ 6 કલાકે કિંમતમાં ફેરફાર થાય છે
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
પેટ્રોલ (રૂપિયા/લીટર) | ડીઝલ (રૂપિયા/લીટર) | |
દિલ્હી | 86.05 | 76.23 |
મુંબઈ | 92.62 | 83.03 |
કોલકાતા | 87.45 | 79.83 |
ચેન્નઈ | 88.60 | 81.47 |
બેંગલુરુ | 88.95 | 80.84 |
પટના | 88.95 | 80.84 |
નોયડા | 85.48 | 76.68 |
લખનઉ | 85.40 | 76.60 |
રાંચી | 84.61 | 80.65 |
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement