શોધખોળ કરો

કોરોના કહેરની વચ્ચે મોંઘવારીનો માર, સતત 12માં દિવસે પેટ્રોલ-કિંમતમાં વધારો ઝીંકાયો

ઓઈલ કંપનીઓએ ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ક્રમશઃ 53 પૈસા અને ડીઝલમાં 64 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે.

નવી દિલ્હીઃ કોરોના સંકટના સમયે આમ આદમીને મોટો ઝાટકો લાગ્યો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ગુરૂવારે સતત 12માં દિવસે વધારો જોવા મળ્યો છે. જ્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં નરમાઈ જોવા મળી રહી છે. સતત 12માં દિવસે વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 6.55 રૂપિયા પ્રતિ લિટર મોંઘું થયું છે અને ડીઝલની કિંમત 7.06 રૂપિયા પ્રતિ લિટર વધી છે. ઓઈલ કંપનીઓએ ગુરુવારે દિલ્હીમાં પેટ્રોલની કિંમતમાં ક્રમશઃ 53 પૈસા અને ડીઝલમાં 64 પૈસા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. ઇન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર, દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને ક્રમશઃ77.81 રૂપિયા અને ડીઝલની કિંમત વધીને 76.43 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. ગુજરાતમાં અમદાવાદમાં આજના પેટ્રોલ ડીઝલના ભાવની વાત કરીએ તો પેટ્રોલની કિંમત 51 પૈસા વધીને 75.34 રૂપિયા થઈ છે જ્યારે ડીઝલની કિંમત 62 પૈસા વધીને 73.84 રૂપિયા થઈ છે. ગઈકાલે એટલે કે 17 જૂનના રોજ પેટ્રોલની કિંમત 74.83 રૂપિયા પ્રતિ લિટર હતી જ્યારે ડીઝલની કિંમત 73.22 રૂપિયા પ્રતિ લિટર હતી. નોંધનીય છે કે, ગુજરાતમાં થોડા દિવસ પહેલા જ પેટ્રોલ ડીઝલ પર લાગતા વેટમાં રાજ્ય સરકારે 2 રૂપિયા પ્રતિ લિટર વધારો કર્યો હતો. વૈશ્વિક બજારમાં ક્રૂડની કિંમતમાં ભારે ઘટાડો થવાં છતાં ભારતમાં લોકોને રાહત નથી મળી રહી. વિપક્ષ કોંગ્રેસે સરકાર પાસે પેટ્રોલ ડીઝલની કિંમતમાં વધારો પાછો ખેંચવાની માગ કરી છે. પરંતુ ગુરુવારે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ સતત 12માં દિવસે પણ કિંમતમાં વધારો કર્યો છે. જણાવીએ કે રાજ્યોમાં સેલ્સ ટેક્સ અને વેટ લાગવાથી ક્રૂડની કિંમતમાં અસર થાય છે. ઓઈલ કંપનીઓએ ક્રૂડની કિંમતમાં રોજ ફેરફાર કરવાના શરૂ કર્યા છે. આ પહેલા કોરોના વાયરસ અને લોકડાઉનને કારણે ક્રૂડની કિંમત સતત 82 દિવસ સુધી સ્થિર રહી હતી. કંપનીઓએ રોજ કિંમતમાં ફેરફારને થોડા સમય માટે સ્થગિત કરી દીધી હતી. તમને જણાવીએ કે, સમીક્ષા બાદ રોજ પેટ્રોલ, ડીઝલના ભાવ સવારે છ કલાકે નક્કી કરવામાં આવે  છે.

ટોપ સ્ટોરી

'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને BSP માં સોંપી મોટી જવાબદારી 
બસપા સુપ્રીમો માયાવતીએ ભત્રીજા આકાશ આનંદને BSP માં સોંપી મોટી જવાબદારી 
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન પટેલ એક 'બ્રાન્ડ'
Hun To Bolish : હું તો બોલીશ : માણસનો જીવ કોણ બચાવશે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના બચુભાઈ બેફામ
Mansukh Vasava : મનસુખ વસાવા થયા આક્રમક! વિપક્ષના નિવેદનો પર આપ્યો જડબાતોડ જવાબ
Shankar Chaudhary Praises Nitin Patel: નીતિન પટેલ પોતે એક બ્રાન્ડ છે: શંકર ચૌધરીએ કર્યા ભરપૂર વખાણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
આજનું રાશિફળ 6 ઓક્ટોબર 2026: જાણો 12 રાશિઓનું ભવિષ્ય અને આજનું પંચાંગ
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
અમદાવાદ નવરાત્રિ પર પોલીસની કડક ગાઇડલાઇન: ગરબા આયોજકો માટે આ 4 નિયમો બન્યા ફરજિયાત
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
શું લોન મોંઘી થશે? આજથી RBI MPC બેઠક શરૂ, 7 ઓક્ટોબરે લેવાશે રેપો રેટ પર મોટો નિર્ણય
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
મોદી કેબિનેટમાં ફેરબદલની અટકળો: યુપી રાજ્યસભાની યાદીમાંથી બે મોટા મંત્રીઓના નામ ગાયબ
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
'તમારી જગ્યા જેલમાં છે': ચેક બાઉન્સ કેસમાં સુપ્રીમ કોર્ટે રાજપાલ યાદવને કેમ ફટકાર લગાવી?
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
નવરાત્રીમાં જાસૂસોની ડિમાન્ડ 70% વધી: પાર્ટનર અને બાળકો પર રખાઈ રહી છે ગુપ્ત નજર
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
યુપી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપે જાહેર કર્યા 8 ઉમેદવાર, કેન્દ્રીય મંત્રી હરદીપ પુરીનું પત્તું કપાયું
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
વિરાટ કોહલીને ₹5 કરોડ આપીને આશ્રમ બોલાવ્યો? પ્રેમાનંદ મહારાજના આશ્રમ મામલે મોટો ધડાકો
Embed widget