શોધખોળ કરો
આજે ફરી પેટ્રોલની કિંમતમાં થયો વધારો, જાણો તમારા શહેરમાં કેટલા છે ભાવ
દિલ્હીમાં હવે પેટ્રોલની કિંમત 16 પૈસા વધીને 80.73 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે જે કાલે 80.57 રૂપિયા પ્રતિ લિટર હતી.
![આજે ફરી પેટ્રોલની કિંમતમાં થયો વધારો, જાણો તમારા શહેરમાં કેટલા છે ભાવ petrol prices increased today know about new rates of petrol આજે ફરી પેટ્રોલની કિંમતમાં થયો વધારો, જાણો તમારા શહેરમાં કેટલા છે ભાવ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/30175636/petrol-diesel.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ થોડા દિવસ સુધી પેટ્રોલ ડીઝલની કિંમત સ્થિર રહ્યા બાદ હવે ફરીથી તેમાં વધારો જોવા મળ્યો છે. ગઈકાલે પણ પેટ્રોલની કિંમતમાં વધારો થયો હતો અને આજે સતત બીજા દિવસે પેટ્રોલની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. જોકે ડીઝલની કિંમત વિતેલા 17 દિવસથી સ્થિર છે. આજે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કિંમતમાં 12થી 16 પૈસાનો વધારો કર્યો છે.
રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 16 પૈસા વધી
દિલ્હીમાં હવે પેટ્રોલની કિંમત 16 પૈસા વધીને 80.73 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે જે કાલે 80.57 રૂપિયા પ્રતિ લિટર હતી. જોકે ડીઝળની કિંમત પહેલાના લેવલ પર છે અને દિલ્હીમાં ડીઝલ 73.56 રૂપિયા પ્રતિ લિટર પ્રમાણે વેચાઈ રહ્યું છે.
આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલની કિંમતમાં 14 પૈસાનો વધારો
મુંબઈમાં પેટ્રોલ 14 પૈસા મોંઘું થયું છે અને કિંમત 87.45 રૂપિાય પ્રતિ લિટર થઈ ગઈ છે અને ડીઝલ માટે તમારે 80.11 રૂપિયા પ્રતિ લિટર પર ખર્ચ કરવામાં પડશે.
કોલકાતામાં 13 પૈસા મોંઘું થયું પેટ્રોલ
કોલકાતમાં પેટ્રોલ 13 પૈસા મોંઘું થઈને 82.30 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે અને ડીઝલના ભાવ 77.60 રૂપિાય પર સ્થિર છે.
ચેન્નઈમાં 12 પૈસા મોઘું થયું પેટ્રોલ
ચેન્નઈમાંમાં પેટ્રોલ 1 પૈસા મોંઘું થઈને 83.87 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે અને ડીઝલના ભાવ 78.86 રૂપિાય પર સ્થિર છે.
બેંગલોરમાં પણ 15 પસૈ વધ્યું પેટ્રોલ
બેંગલોરમાં પેટ્રોલ 1 પૈસા મોંઘું થઈને 83.38 રૂપિયા પ્રતિ લિટર પર પહોંચી ગયું છે અને ડીઝલના ભાવ 77.88 રૂપિાય પર સ્થિર છે.
સવારે 6 કલાકે બદલાય છે કિંમત
દદરોજ સવારે 6 કલાકે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઓઈલ કંપનીઓ ફેરફાર કરે છે જે એ જ દિવસે 6 કલાકથી લાગુ થઈ જાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતના આધારે રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)