શોધખોળ કરો
Advertisement
ભાજપના આ દિગ્ગજ નેતાએ વોટ્સએપ ગ્રુપમાં મોકલી અશ્લીલ સેક્સ ક્લિપ, જાણો કોણ છે આ નેતા ?
આ મેસેજ અનેક વોટ્સએપ ગ્રુપમાંથી માત્ર એવા જ ગ્રુપમાં મોકલવામાં આવ્યો હતો, જેમાં હું સભ્ય છું.
પણજીઃ ગોવાના નાયબ મુખ્યમંત્રી ચંદ્રકાંત કાવલેકરે સોમવારે ગોવા પોલીસ સાઈબર સેલમાં એક ફરિયાદ નોંધાવી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, કોઈ અજ્ઞાત વ્યક્તિઓએ તેમના વોટ્સએપ ગ્રુપમાં એક અશ્લીલ વીડિયો શેર કર્યો હતો જેમાં ખુદ તેઓ જોડાયેલા છે. કાવલેકરે સાઈબર સેરમાં પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, આ ક્થિત વીડિયો વોટ્સએપ ગ્રુપ ‘વિલેજિજ ટૂ ગોવા’ પર મોકલવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, આ વીડિોય રાત્રે 1-20 કલાકે મોકલવામાં આવ્યો, જ્યારે તેઓ ઉંઘી રહ્યા હતા.
તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું કે, “આ વીડિયો એવા વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવ્યો હતો જેમાં હું પણ એક સભ્ય છું અને આ જાણીજોઈને કોઈ આપરાધિક ઇરાદાથી મારા નામ પર મોકલવામાં આવ્યો છે.”
નાયાબ મુખ્યમંત્રીએ કહ્યું કે, “આ મેસેજ અનેક વોટ્સએપ ગ્રુપમાંથી માત્ર એવા જ ગ્રુપમાં મોકલવામાં આવ્યો હતો, જેમાં હું સભ્ય છું. ઉપરાં જે સમયે આ મેસેજ મોકલવામાં આવ્યો હતો ત્યારે હું ફોનની પહોંચમાં ન હતો અને ત્યારે હું ઉંઘી રહ્યો હતો”
કાવલેકરે કહ્યું કે, તેમને બદનામ કરવા માટે આ પહેલા પણ પ્રયત્ન કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, “હાલના દિવસોમાં મને બદાન કરવા અને લોકોની સામે મારી ખરાબ છબી રજુ કરવા માટે આવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
જેમણે આવું કૃત્ય કર્યું છે તેવા તમામ ઉપદ્રવીઓ વિરૂદ્ધ કડક કાર્રવાઈ કરવાની માગ તેમણે કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
ગુજરાત
Advertisement