Viral Video : રોડ પર બેસી પિયાનો વાદકે વગાડ્યું DDLJનું સુપરહિટ સોંગ, સોશિયલ મીડિયામાં આવ્યું પૂર
તાજેતરમાં જ એક પિયાનો પર ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના ગીત 'તુઝે દેખા તો યે જાના સનમ' વગાડતા સંગીતકારની ક્લિપ ઈન્ટરનેટ પર સામે આવી છે.
![Viral Video : રોડ પર બેસી પિયાનો વાદકે વગાડ્યું DDLJનું સુપરહિટ સોંગ, સોશિયલ મીડિયામાં આવ્યું પૂર Pianist plays old Bollywood song in viral video, impresses netizens Viral Video : રોડ પર બેસી પિયાનો વાદકે વગાડ્યું DDLJનું સુપરહિટ સોંગ, સોશિયલ મીડિયામાં આવ્યું પૂર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/01/13/3e152dcc1d2b7d0b0d954850f8df94ee167361104133681_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ઈન્ટરનેટ એ તમામ પ્રકારની સામગ્રી માટેનો ભંડાર બની ગયું છે. અહીં પ્રેરણાદાયી વીડિયોથી લઈને મનોરંજન સુધીના તમામ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ શેર કરતા રહે છે. જ્યારે કેટલીક આકર્ષક તો કેટલાક હસાવી હસાવીને પેટ દુ:ખવી નાખે તેવા વીડિયો પણ સામે આવતા રહે છે. શેર કરવામાં આવતા આ પ્રકારના વીડિયો અને કન્ટેટ જોત જોતામાં વાયરલ પણ થઈ જાય છે, જેનાથી લોકો પ્રભાવિત પણ થાય છે. આ યાદીમાં વધુ એક ઉમેરો થયો છે.
તાજેતરમાં જ એક પિયાનો પર ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના ગીત 'તુઝે દેખા તો યે જાના સનમ' વગાડતા સંગીતકારની ક્લિપ ઈન્ટરનેટ પર સામે આવી છે. આ વીડિયો રવિ પાઠક નામના યુઝરે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
ઇન્સ્ટાગ્રામ યુઝર રવિ પાઠકે 1 જાન્યુઆરીના રોજ આ વીડિયો પોસ્ટ કર્યો હતો. પોસ્ટના કેપ્શનમાં તેણે તેના ફોલોઅર્સને અનુમાન લગાવવા કહ્યું હતું કે, વીડિયોમાં પિયાનોવાદક કોણ છે? જ્યારે કેટલાક લોકોએ તેને અને લોકેશન વિશે તો કેટલાક લોકોએ આ ગયક વિશે પૂછપરછ કરી હતી.
View this post on Instagram
યુટ્યુબ ચેનલ ચાંદની આહુજા અનુસાર ન્યૂટન, વીડિયોમાં દેખાતો માણસ છે. 1943માં તેમનો જન્મ મદ્રાસમાં થયો હતો. તેના પિયાનો પર તે હિન્દી, પંજાબી અને અંગ્રેજી ગીતો રજૂ કરે છે. ન્યૂટન દિલ્લી હાટ, INA, દિલ્હીમાં બેઠા છે. તે ગ્રેટર કૈલાશમાં મ્યુઝિક સ્ટોર ધરાવતો હોવાનો દાવો કરે છે.
આ વીડિયો 1 જાન્યુઆરીએ શેર કરવામાં આવ્યો હતો. અપલોડ કરવામાં આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં તેને 63,000 વખત લાઈક કરવામાં આવ્યો છે અને ઘણી કોમેન્ટ્સ પણ આવી છે.
ઇન્સ્ટાગ્રામ કોમેન્ટમાં એક વ્યક્તિએ લખ્યું, "તે ખૂબ જ પ્રતિભાશાળી છે, હજુ પણ તે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે, હું ખૂબ જ દુઃખી છું!" અન્ય વ્યક્તિએ કહ્યું, "તમે અદ્ભુત છો સર, હું તમારી મદદ કરવા માંગુ છું." તો અન્ય એક વ્યક્તિએ કહ્યું, "તે ખૂબ પ્રતિભાશાળી છે, હું તેને આ સ્થિતિમાં જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત છું."
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)