Explainer: કોરોનાથી અનાથ થયેલા બાળકોને કેવી રીતે મોદી સરકાર કરશે મદદ, જાણો શું છે યોજના
મોદી સરકાર આ બાળકોની મદદ માટે આગળ આવશે. જેમણે કોરોનાની મહામારીના કારણે તેમના માતા-પિતા અથવા અભિભાવકને ગુમાવી દીધા છે. ફ્રી શિક્ષા, માસિક ભત્તા, સ્વાસ્થ્ય વિમા સહિત 10 લાખ રૂપિયા ફિકસ્ડ ડિપોઝિટ હવે દરેક બાળકોને મળશે.
નવી દિલ્લી: ભારતમાં કોરોનાની મહામારીના કારણે અત્યાર સુધી ત્રણ લાખ 25 હજાર લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યાં છે. કેટલાક બાળકો એવા પણ છે, જેમણે તેમના માતા પિતા ગુમાવી દીધાં છે. આવા બાળકોની મદદ માટે મોદી સરકારે મોટી કલ્યાકારી યોજનાની જાહેરાત કરી છે. બાળકોની સ્કૂલનો અભ્યાસનો ખર્ચથી માંડીને તેમના માસિક છાત્રવૃતિ સહાયતા દેવા સુધી કેટલાક મોટા નિવેદન કર્યાં છે. જે અહીં વિસ્તારથી સમજો.
10 વર્ષથી નાના બાળકો માટેની યોજના
આ યોજના હેઠળ 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને નજીકના કેન્દ્રીય વિદ્યાલય અથવા પ્રાઇવેટ સ્કૂલમાં ડે સ્કોલરના રૂપમાં પ્રવેશ કરશે. જો બાળકોનું એડમિશન કોઇ પ્રાઇવેટ સ્કૂલમાં હશે તો પીએમ કેર કોર્સ ફોર ચિલ્ડ્રનથી આઇટીએના નિયમો મુજબ ફી આપવામાં આવશે. પીએમ કોર્સ હેઠળ બાળકોની ડ્રેસ, પુસ્તક અને નોટબુક થનાર ખર્ચનું પણ પેમેન્ટ કરાશે.
11થી 18 વર્ષના બાળકો માટે
પીએમ કેર ફોર્સ ચિલ્ડ્રન યોજના હેઠળ બાળકોએ કેન્દ્ર સરકારની કોઇ પણ આવાસીય સ્કૂલ, જેવી સૈનિક સ્કૂલ, નવોદય વિદ્યાલય વગેરેમાં પ્રવેશ આપશે. જો બાળક તેના દાદી -દાદી કે કોઇ પરિચિત રહેવા ઇચ્છતા હશે તો તેમને નજીકની કેન્દ્રીય વિદ્યાલય અથવા પ્રાઇવેટ સ્કૂલમાં ડે સ્કોલરના રૂપેમાં પ્રવેશ આપવામાં આવશે. તેમની ફીની ચૂકવણી પીએમ કેર કોર્સથી કરવામાં આવશે.
હાયર એજ્યુકેશનની લોન પર વ્યાજ માફ
હાલની શિક્ષા ઋણ માનદંડો અનુસાર ભારતમાં વ્યાવસાયિક પાઠ્યક્રમો અને હાયર એજ્યુકેશન માટે એજ્યુકેશન લોન પ્રાપ્ત કરવાામાં બાળકોની સહાયતા કરવામાં આવશે. આ લોનની પર વ્યાજનું ચૂકવણી પીએમ કેર ફોર ચિલ્ડ્રન યોજના દ્રારા કરવામાં આવશે. વિકલ્પના રૂપે આવા બાળકોને કેન્દ્ર કે રાજ્ય સરકારની યોજના હેઠળ ગ્રેજ્યુએશનની ફીને બરાબર છાત્રવૃતિ પ્રદાન કરશે. જે બાળકો હાલની છાત્રવૃતિ યોજના હેઠળ લાયકત નથી તેમના માટે પીએમ કેર એક સમકક્ષ છાત્રવૃતિ પ્રદાન કરે છે.
હેલ્થ ઇન્શ્યોરન્સ
એવા બધા જ બાળકો આયુષ્યમાન ભારત યોજના હેઠળ લાભાર્થીના રૂપે નામાંકિત કરવામાં આવશે. જેમાં 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વિમા કવર થશે. 18 વર્ષની ઉંમર સુધી આ બાળકો માટે પ્રિમિયમની રાશિની ચૂકવણી પીએમ કેયર્સ દ્રારા કરવાામાં આવશે.
ફિક્સ્ડ ડિપોઝિટ
સરકાર મુજબ પીએમ કેયર્સ 18 વર્ષની ઉંમર પુરી કરનાર દરેક બાળક માટે 10 લાખ રૂપિયાના કોષ બનાવવા માટે વિશેષ રૂપે ડિઝાઇન કરવામાં આવેલ એક યોજનાના માધ્યમથી યોગદાન આપશે. આ યોજનાનો ઉપયોગ 18 વર્ષની આયુથી આવતા પાંચ વર્ષ સુધી ઉચ્ચ શિક્ષાની અવધિ દરમિયાન તેમની વ્યક્તિગત જરૂરિયાતને પૂરા કરવા માટે માસિક નાણાકિય સહાયતા દેવા માટે ઉપયોગ કરાશે. 23 વર્ષની ઉંમર પુરી કર્યા બાદ આ રકમનો વ્યાવસાયિક કે વ્યક્તિગત રીતે ઉપયોગ કરવા માટે કોષ રકમ મળશે.
.