શોધખોળ કરો
Advertisement
દુનિયાના એકમાત્ર નેતા બન્યા પીએમ મોદી, જેને વ્હાઇટ હાઉસના ટ્વીટર હેન્ડલ પરથી ફોલો કરવામાં આવ્યા
આની સાથે હવે પીએમ મોદી દુનિયા એકમાત્ર નેતા બની ગયા છે, જેને વ્હાઇટ હાઉસે ફોલો કરે છે. વ્હાઇટ હાઉસનુ ટ્વીટર હેન્ડલ દુનિયાના કોઇપણ અન્ય નેતાને ફોલો નથી કરતુ
નવી દિલ્હીઃ તાજેતરમાં જ ભારત અને અમેરિકા વચ્ચે સંબંધો ખુબ મજૂબત બન્યા છે. આનુ મોટુ ઉદાહરણ હવે વ્હાઇટ હાઉસમાંથી બહાર આવ્યુ છે. વ્હાઇટ હાઉસે પોતાના ટ્વીટર હેન્ડલ પરથી પીએમ મોદીને ફોલો કર્યા છે.
આની સાથે હવે પીએમ મોદી દુનિયા એકમાત્ર નેતા બની ગયા છે, જેને વ્હાઇટ હાઉસે ફોલો કરે છે. વ્હાઇટ હાઉસનુ ટ્વીટર હેન્ડલ દુનિયાના કોઇપણ અન્ય નેતાને ફોલો નથી કરતુ.
ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વ્હાઇટ હાઉસ માત્ર 19 ટ્વીટર હેન્ડલને જ ફોલો કરે છે, આમાં 16 અમેરિકાના અને 3 ભારતના છે. ભારતના જે ટ્વીટર હેન્ડલને વ્હાઇટ હાઉસ ફોલો કરે છે, તેમાં પીએમ મોદી ઉપરાંત પીએમઓ ઇન્ડિયા અને ભારતના પ્રેસિડેન્ટના ટ્વીટર હેન્ડલ સામેલ છે.
તાજેતરમાં જ અમેરિકાને ભારત તરફથી દવા મોકલવાના નિર્ણય બાદ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડે ટ્રમ્પ પીએમ મોદીની પ્રસંશા કરી હતી. બાદ પીએમ મોદીએ પણ ટ્વીટર પરથી તેમનો આભાર માન્યો હતો.
નોંધનીય છે કે, હાલ દુનિયાભરમાં ચાલી રહેલા કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને ભારતે દુનિયાભરના દેશોને હાઇડ્રૉક્સી ક્લૉરક્વીન દવાની સપ્લાય કરી છે, આ સાથે ભારત દુનિયામાં ચર્ચામાં આવી ગયુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement