PM Modi Chairs Covid Meeting:વધતા કોરોના સંક્રમણને લઈ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીની સમીક્ષા બેઠક શરૂ
દેશમાં ઝડપથી વધતા કોરોના કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) રવિવાર એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી રહ્યાં છે.
PM Modi Meeting On Corona: દેશમાં ઝડપથી વધતા કોરોના કેસ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) રવિવાર એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કરી રહ્યાં છે. આ બેઠક વિડિયો કૉન્ફરન્સના માધ્યમથી થઈ રહી છે. આ સમીક્ષા બેઠક પીએમઓ (PMO)ના અધિકારીઓ ઉપરાંત, ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah),કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ મંડવિયા, કેબિનેટ સેક્રેટરી રાજીવ ગાબા, ગૃહ અધિકારી ભલ્લા, આરોગ્ય સેક્રેટરી રાજેશ ભૂષણ આઈસીએમઆરના ડીજી સહિત ઘણા અધિકારીઓ હાજર છે.
કોરોનાનો કહેર
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તરફથી જાહેર કરાયેલા આંકડા મુજબ દેશમાં આ મહામારીથી જીવ ગુમાવનારાઓની સંખ્યા વધીને 4 લાખ 83 હજાર 790 થઈ ગઈ છે. કાલે 40 હજાર 863 લોકો સ્વસ્થ થયા, ત્યારબાદ અત્યાર સુધી 3 કરોડ 44 લાખ 53 હજાર 603 લોકો સંક્રમણથી મુક્ત થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 5 લાખ 90 હજાર 611 થઈ ગઈ, જે ચિંતાની વાત છે.
મહારાષ્ટ્ર સરકારે કોરોનાની નવી ગાઇડલાઇન કરી જાહેર
મહારાષ્ટ્રમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કોરોના નિયંત્રણોમાં અનેક ફેરફાર કર્યા છે. નવી ગાઇડલાઇન્સ અનુસાર બ્યૂટી પાર્લરને સલૂન સાથે જોડવામાં આવશે અને 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. જિમ પણ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. કોરોનાની રસીના બંન્ને ડોઝ લીધા હોય તેમને જ પ્રવેશની મંજૂરી આપવામાં આવશે. નવી ગાઇડલાઇન 10 જાન્યુઆરીથી લાગુ કરાશે.
નવી ગાઇડલાઇન અનુસાર મહારાષ્ટ્રમાં રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ રહેશે. સવારે પાંચથી રાત્રે 11 વાગ્યા સુધી કલમ 144 લાગુ રહેશે. એટલે કે દિવસમાં એક સાતે એક જ સ્થળ પર પાંચ કે તેથી વધુ લોકો એકઠા થઇ શકશે નહી. નવા પ્રતિબંધો અનુસાર સ્કૂલ અને કોલેજ આજથી 15 ફેબ્યુઆરી સુધી બંધ કરી દેવામાં આવશે. મેદાન, ગાર્ડન, ટુરિસ્ટ પ્લેસ, સ્વિમિંગ પુલ, સ્પા, વેલનેસ સેન્ટર આગામી આદેશ સુધી બંધ રહેશે. મ્યૂઝિયમ, એન્ટરટેઇમેન્ટ પાર્ક પણ બંધ રહેશે.
સરકારી આદેશમાં કહેવામાં આવ્યું છે કે તે સિવાય આવશ્યક સેવાઓ સિવાય લોકો રાત્રે 11 વાગ્યાથી સવારે પાંચ સુધી લોકોના અવરજવર પર પ્રતિબંધ રહેશે. રાજ્યમાં થોડા અપવાદો સિવાય શાળાઓ, કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 15 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફક્ત વેક્સિન લેનારા લોકોને જ મુસાફરી કરવા દેવામાં આવશે. નવા નિયમ પ્રમાણે થિયેટરો 50 ટકાની ક્ષમતા સાથે જ ચાલું રાખી શકાશે અને રાત્રે 10 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી બંધ રહેશે. પ્રાઈવેટ ઓફિસો પણ 50 ટકા સ્ટાફ સાથે કાર્યરત રહી શકશે. તેમાં પણ જે કર્મચારીઓએ વેક્સિનના બંને ડોઝ લીધા છે તેમને જ મંજૂરી આપવામાં આવશે. લગ્ન અને અન્ય સામાજિક પ્રસંગોએ વધુમાં વધુ 50 અને અંતિમક્રિયામાં 20 લોકોને જ મંજૂરી મળશે.