(Source: ECI/ABP News/ABP Majha)
Bindeshwar Pathak Died: સુલભ ઈન્ટરનેશનલના સંસ્થાપક બિંદેશ્વર પાઠકનું નિધન, પીએમ મોદીએ વ્યક્ત કર્યો શોક
80 વર્ષીય બિંદેશ્વરે સવારે સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને તે પછી તરત જ તેઓ અચાનક ઢળી પડ્યા હતા.
Bindeshwar Pathak Death: સુલભ ઈન્ટરનેશનલના સ્થાપક ડો. બિંદેશ્વર પાઠકનું મંગળવારે (15 ઓગસ્ટ) નિધન થયું હતું. ડૉ. પાઠકે દિલ્હીની એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા. તેને કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. ડૉક્ટરોએ કાર્ડિયાક પલ્મોનરી રિસુસિટેશન (CPR)ની મદદથી તેમને શ્વાસ આપવાનો પણ પ્રયાસ કર્યો પરંતુ સફળતા મળી નહીં.
રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ અચાનક ઢળી પડ્યા
સુલભ ઈન્ટરનેશનલ એ એક સામાજિક સેવા સંસ્થા છે જે શિક્ષણ દ્વારા માનવ અધિકારો, પર્યાવરણીય સ્વચ્છતા, કચરાના વ્યવસ્થાપન અને સુધારાઓ માટે કામ કરે છે. તેમના એક સહયોગીએ જણાવ્યું કે 80 વર્ષીય બિંદેશ્વરે સવારે સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને તે પછી તરત જ તેઓ અચાનક પડી ગયા હતા, ત્યારબાદ તેમને સારવાર માટે એઈમ્સમાં લાવવામાં આવ્યા હતા.
હોસ્પિટલના એક સૂત્રએ જણાવ્યું હતું કે બિંદેશ્વર પાઠકને બપોરે 1:42 વાગ્યે મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ છે. ડૉ.બિંદેશ્વર પાઠકનો જન્મ બિહારના વૈશાલી જિલ્લાના રામપુર બઘેલ ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના માતા યોગમાયા દેવી હતા અને તેમના પિતા રમાકાંત પાઠક હતા, જે સમુદાયના એક આદરણીય સભ્ય હતા.
પીએમ મોદીએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ડૉ. બિંદેશ્વર પાઠકજીનું નિધન એ આપણા દેશ માટે ઊંડી ખોટ છે. તેઓ એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે સામાજિક પ્રગતિ અને વંચિતોને સશક્તિકરણ માટે વ્યાપકપણે કામ કર્યું હતું."
The passing away of Dr. Bindeshwar Pathak Ji is a profound loss for our nation. He was a visionary who worked extensively for societal progress and empowering the downtrodden.
— Narendra Modi (@narendramodi) August 15, 2023
Bindeshwar Ji made it his mission to build a cleaner India. He provided monumental support to the… pic.twitter.com/z93aqoqXrc
પીએમ મોદીએ કહ્યું, "બિન્દેશ્વરજીએ સ્વચ્છ ભારતના નિર્માણને તેમનું મિશન બનાવ્યું હતું. તેમણે સ્વચ્છ ભારત મિશનને જબરદસ્ત સમર્થન આપ્યું હતું. અમારી વિવિધ વાતચીત દરમિયાન સ્વચ્છતા પ્રત્યેનો તેમનો જુસ્સો હંમેશા દેખાતો હતો."
આ પણ વાંચોઃ
Heart Attack: રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટએટેકથી મોત, લેઉવા પાટીદાર સમાજમાં શોકનો માહોલ
સરકારી નોકરી શોધતા ઉમેદવારો માટે મોટા સમાચાર, અહીં કૃષિ ક્ષેત્રમાં નીકળી બંપર ભરતી