'આ નવું ભારત છે, કોઈ પરમાણુ ધમકીઓથી ડરતું નથી' જન્મદિવસ પર પાકિસ્તાનને PM મોદીનો મેસેજ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે (17 સપ્ટેમ્બર) મધ્યપ્રદેશના ધારમાં કહ્યું હતું કે 'નવું ભારત કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી.

ભોપાલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે (17 સપ્ટેમ્બર) મધ્યપ્રદેશના ધારમાં કહ્યું હતું કે 'આ નવું ભારત છે, કોઈની પરમાણુ ધમકીઓથી ડરતું નથી. ઘરમાં ઘૂસીને મારે છે. જે આતંકવાદીઓએ માતા અને બહેનાના સિંદૂર ઉજાડ્યા તેમના ઠેકાણાઓને અમે નષ્ટ કર્યા છે.' પ્રધાનમંત્રી મોદી તેમના જન્મદિવસ નિમિત્તે મધ્યપ્રદેશમાં છે.
પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પોતાના ભાષણમાં વધુ કહ્યું કે, 'મહર્ષિ દધિચિનો ત્યાગ માનવતાની સેવા કરવાનો સંકલ્પ આપે છે. આ જ વિરાસતમાંથી પ્રેરણા લઈને આજે દેશ 'મા ભારતી'ની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે છે. આપણા વીર જવાનોએ પળવારમાં જ પાકિસ્તાનને ઘૂંટણિયે પાડી દીધા. ગઈ કાલે જ દેશે અને દુનિયાએ જોયું કે ફરી એક પાકિસ્તાની આતંકવાદીએ રડી-રડીને પોતાની હાલત વર્ણવી રહ્યો છે."
#WATCH | Dhar, Madhya Pradesh | Addressing a public rally, PM Modi says, "Abhi kal hi desh aur duniya ne dekha hai fir ek Pakistani aatanki ne ro ro kar apna haal bataya hai. Ye naya Bharat hai. Ye kisi ki parmanu dhamki se darta nahi hai... Ghar mein ghus ke maarta hai..."
— ANI (@ANI) September 17, 2025
"The… pic.twitter.com/ZP1oPOi9Nx
પ્રધાનમંત્રીએ પાકિસ્તાનના પરમાણુ ધમકી વિશે શું કહ્યું ?
પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું, "આ એક નવું ભારત છે, તે કોઈના પરમાણુ ધમકીઓથી ડરતું નથી. આ એક નવું ભારત છે, તે ઘરમાં ઘૂસી હુમલો કરે છે." આજે 17 સપ્ટેમ્બર, બીજો એક ઐતિહાસિક પ્રસંગ છે. આ દિવસે રાષ્ટ્રએ સરદાર પટેલના દૃઢ સંકલ્પનું ઉત્તમ ઉદાહરણ જોયું. ભારતીય સેનાએ હૈદરાબાદને અસંખ્ય અત્યાચારોથી મુક્ત કરાવ્યું અને તેના અધિકારોનું રક્ષણ કરીને ભારતનું ગૌરવ પુનઃસ્થાપિત કર્યું. આ મહત્વપૂર્ણ સિદ્ધિને દાયકાઓ વીતી ગયા પરંતુ કોઈએ તેને યાદ રાખ્યું નહીં. તમે મને આ તક આપી. અમારી સરકારે તે ઘટનાને અમર બનાવી દીધી છે."
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, "આજે, વિશ્વકર્મા જયંતિ નિમિત્તે એક મોટી ઔદ્યોગિક પહેલ ચાલી રહી છે. દેશના સૌથી મોટા સંકલિત કાપડ પાર્કનો શિલાન્યાસ અહીં (ધાર) કરવામાં આવ્યો છે. આ પાર્ક ભારતના કાપડ ઉદ્યોગને ઉર્જા આપશે અને ખેડૂતોને તેમના ઉત્પાદન માટે વાજબી ભાવ મળશે તેની ખાતરી કરશે. આ કાપડ પાર્ક આપણા યુવાનોની મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન કરશે. હું આ પ્રોજેક્ટ્સ માટે આપણા બધા દેશવાસીઓને અભિનંદન આપું છું."





















