શોધખોળ કરો
Advertisement
UP: મુરાબાદમાં PM મોદી બોલ્યા- "જનધન ખાતામાં જમા રૂપિયા ગરીબોના થશે, જમા કરનારા અમીરો જશે જેલ"
લખનઉ: ઉત્તર પ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા પ્રધાનમંત્રી મોદીએ શનિવારે ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં પરિવર્તન રેલીને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે જનધન ખાતામાં જમા થયેલા પૈસા પર મોટુ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું ગરીબોના ખાતામાં જે પૈસા નાખવામાં આવી રહ્યા છે તે ગરીબોના થઈ જશે.
તેમણે કહ્યું કે હુ કોશિશ કરી રહ્યો છુ કે જેમણે ગરીબોના ખાતામાં ગેર કાનૂની રીતે પૈસા નાખ્યા છે તે જેલમા જાય અને પૈસા ગરીબોના ઘરમાં આવે. આ સાથે તેમણે ખેડૂતોનો પણ ઉલ્લેક કર્યો, પીએમએ કહ્યું હુ ખેડૂતોને સલામ કરૂ છું તેમણે તકલીફો હોવા છતાં પાકમાં કમી નથી આવવા દિધી, ગયા વર્ષ કરતા પાકમાં વધારો છે.
પીએમ મોદીએ કહ્યું વિકાસ જરૂરી છે, જે મુરાદાબાદના પીતળના કારણે દેશના તમામ ઘરો ચમકી રહ્ય છે તે શહેર અંધારામાં છે. તેમણે કહ્યું દેશમાંથી ગરીબી દૂર કરવી હોય તો સૌ પહેલા મોટા રાજ્યોમાંથી ગરીબી દૂર કરવી પડશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
ગુજરાત
ધર્મ-જ્યોતિષ
Advertisement