શોધખોળ કરો

PM મોદી આજથી પાંચ દેશોના પ્રવાસ પર, 45 કલાક વિમાનમાં ગાળશે

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વાર પાંચ દેશોના વેગવંતા પ્રવાસે જઈ રહ્યાં છે. ચાર જૂનની સવારે મોદી નાસ્તો દિલ્લીમાં કરશે, તો બપોરેનું ભોજન અફગાનિસ્તાનના હેરાત શહેરમાં અને રાત્રીનું ભોજન કતારની રાજધાની દોહામાં કરશે. જી હાં, મોદી આજે સવારે સાડા નવ વાગે દિલ્લીથી રવાના થશે અને બપોરે હેરાત પહોંચશે. જ્યાં તેમની મુલાકાત અફગાનિસ્તાનના રાષ્ટ્રપતિ અબ્દુલ ગની સાથે થશે. હેરાતમાં ભોજન લીધા બાદ તેઓ કતાર જવા રવાના થશે. જ્યાં સાંજે તેઓ ભારતીય સમુદાયના લોકોને મળશે અને કતારના શાસક તેમજ ત્યાંના વ્યવસાયી વર્ગ સાથે પણ ચાર અને પાંચ જૂન દરમિયાન કતારમાં મુલાકાત કરશે. પ્રધાનમંત્રીનો આ પ્રવાસ કેટલો વેગવંતો છે તેનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર 6 દિવસમાં તેઓ અફગાનિસ્તાન, કતાર, સ્વિટ્ઝરલેંડ, અમેરિકા અને મૈક્સિકો એટલે કે કુલ પાંચ દેશોનો પ્રવાસ કરશે. આ દરમિયાન મોદી 45 કલાક એટલે કે બે દિવસ સુધી વિમાનમાં ઉડતા રહેશે. મહત્વપૂર્ણ છે કે પોતાના આ વિદેશ પ્રવાસ દરમિયાન મોદી પાંચ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે ઔપચારિક મુલાકાત પણ કરશે. મોદીના છ દિવસીય વિદેશ પ્રવાસ દરમિયાન સત્તાવાર કાર્યક્રમોની વાત કરીએ તો એ સંખ્યા 40ની થાય છે એટલે કે દરેક દિવસે સાત કાર્યક્રમ અને બેઠકો. આ કાર્યક્રમો પણ વિવિધ પ્રકારના છે. એક તરફ મોદી દોહા અને વોશિંગ્ટન ડી.સીમાં ભારતીય સમુદાય સાથે મુલાકાત કરવાના છે તો બીજી તરફ કતાર, અમેરિકા અને મેક્સિકોમાં સ્થાનિક બિઝનેસમેન અને ઉદ્યોગપતિઓને પણ મળવાના છે. મોદી પોતાની વિદેશ યાત્રાની શરુઆત હેરાતથી કરવાના છે જેનો ઉદ્દેશ પણ ખાસ છે. વાસ્તવમાં મોદી હેરાતમાં સલમા ડેમના ઉદ્ઘાટનના કાર્યક્રમમાં હાજર રહેવાના છે જેનું નિર્માણ પણ ભારત સરકારના આર્થિક સહયોગથી થયું છે. હેરાત બાદ શનિવારે સાંજે જ મોદી કતારના દોહા પહોંચશે. શનિવાર હેરાતમાં વીતાવીને મોદી સ્વિટ્ઝર્લેંડ જવા રવાના થશે, જ્યાં છઠ્ઠી તારીખે બર્નમાં તેમની મુલાકાત સેનાધ્યક્ષ સાથે થવાની છે. આ  આ મુલાકાતને કાળાનાણાં પર રોક લગાવવાના અભિયાનના સંદર્ભમાં જોવાઈ રહી છે. મોદી સાત તારીખે અમેરિકામાં હશે, જ્યાં તેઓ રાજકીય મહેમાન તરીકે વોશિંગટન ડી.સીના બ્લેયર હાઉસમાં રોકાશે. પ્રધાનમંત્રી મોદીના અમેરિકા પ્રવાસના બે મહત્વપુર્ણ કાર્યક્રમો પર ન માત્ર ભારત પરંતુ સમગ્ર દુનિયાની નજર રહેશે. એક તરફ મોદી અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ બરાક ઓબામા સાથે તેમની ઓવલ ઓફિસમાં સાત જૂને લંચ સાથે જ દ્વિપક્ષીય વાતચીત કરશે, જ્યારે આઠમી જૂને કૉંગ્રેસ એટલે કે અમેરિકન સંસદને સંબોધન કરશે. અમેરિકી કોંગ્રેસના સંયુક્ત અધિવેશનને સંબોધન કરનારા મોદી ભારતના પાંચમાં પ્રધાનમંત્રી બનશે. મોદી પ્રધાનમંત્રી તરીકે છેલ્લા બે વર્ષોમાં અમેરિકાનો ત્રણ વાર પ્રવાસ કરી ચુક્યા છે. મોદીની પહેલી યાત્રા સપ્ટેંબર 2014માં તો બીજી યાત્રા સપ્ટેંબર 2015માં અને ત્રીજી યાત્રા આ વર્ષની 31મી માર્ચ અને પહેલી એપ્રિલ વચ્ચે થઈ, જ્યાં મોદી ન્યૂક્લિયર સિક્યૂરિટી સમિટમાં ભાગ લેવા માટે અમેરિકા ગયા હતા. તો આ ચોથો પ્રવાસ દ્વિપક્ષીય વાતચીત અને ભારત-અમેરિકાના સંબંધોને મજબૂત કરનારો બની રહેશે. મોદી નવ તારીખે મેક્સિકોમાં હશે, જ્યાં રાજધાની મૈક્સિકો સિટીમાં જ તેમની મુલાકાત ત્યાંના શાસનાધ્યક્ષ સાથે થશે. જે મોદીના પાંચ દિવસના પ્રવાસનો છેલ્લો સત્તાવાર પડાવ હશે. ત્યાર બાદ તેમના વિદેશ પ્રવાસથી ભારત વાપસીનો સિલસિલો શરુ થશે અને જર્મનીના ફ્રેંકફર્ટમાં ટેકનિકલ સ્ટોપ સાથે જ દસમી જૂનની સવારે પાંચ વાગે તેઓ દિલ્લી પહોંચશે. આ રીતે માત્ર 6 દિવસોમાં મોદીનો પાંચ દિવસનો વેગવંતો પ્રવાસ પુર્ણ થશે. મહત્વપૂર્ણ છે કે મોદી આ પહેલા પણ આવો વેગવંતો પ્રવાસ કરી ચુક્યા છે જ્યાં તેમનો ત્રીજા ભાગનો સમય વિમાનમાં વીત્યો હોય. તો બાકીનો સમય સત્તાવાર કાર્યક્રમોમાં વીત્યો હોય. તેમનો વર્તમાન પ્રવાસ પણ કંઈક આવો જ છે પરંતુ પહેલાના પ્રવાસની સરખામણીએ આ પ્રવાસ કઈંક વધારે વેગવંતો બની રહેશે....  
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોતPatan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Embed widget