Independence Day 2025 PM Modi : લાલ કિલ્લા પરથી PM મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા ક્વચ સુદર્શન ચક્રની કરી જાહેરાત
79th Independence Day 2025 LIVE: ભારત આજે તેના 79મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યું છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીના લાલ કિલ્લા પરથી સતત 12મી વખત રાષ્ટ્રને સંબોધન કરશે.
LIVE

Background
79th Independence Day 2025 LIVE:દેશ આજે 15 ઓગસ્ટ 2025 ના રોજ તેનો 79મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રને સંબોધિત કરશે. સ્વતંત્રતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને, દેશભરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. દિલ્હીમાં સુરક્ષા દળો પણ એલર્ટ મોડ પર છે. પ્રધાનમંત્રી મોદી પદ પર રહીને તેમનું 12મી વખત સ્વતંત્ર પર્વ પર દેશને સંબોધિત કરશે.પ્રધાનમંત્રીના સંબોધન પહેલા લાલ કિલ્લા પર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે થીમ 'નવું ભારત' છે. આ વર્ષના સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ઓપરેશન સિંદૂરની સફળતાની પણ ઉજવણી કરવામાં આવશે.22 એપ્રિલના રોજ પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતના લશ્કરી પ્રતિભાવ, ઓપરેશન સિંદૂરના આયોજન અને અમલીકરણમાં સામેલ વરિષ્ઠ લશ્કરી અધિકારીઓનું 79મા સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ સન્માન કરવામાં આવ્યું હતું.
ટ્રમ્પના ટેરિફ પર લાલ કિલ્લા પરથી પીએમ મોદીનો સૌથી મોટો સંદેશ
સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરથી પોતાના સંબોધનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમેરિકાને સીધો સંદેશ આપ્યો છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખેડૂતો આપણા અર્થતંત્રમાં ઘણું યોગદાન આપે છે, તેમણે ભારતને અનેક ઉત્પાદનોનો ટોચનો ઉત્પાદક બનાવ્યું છે. ભારત ખેડૂતોના હિત સાથે સમાધાન કરશે નહીં, કોઈપણ હાનિકારક નીતિ સ્વીકારશે નહીં. કોઈપણ પ્રતિકૂળ નીતિથી ખેડૂતો અને માછીમારોના હિતોનું રક્ષણ કરવા માટે મોદી દિવાલની જેમ ઉભા છે. પ્રધાનમંત્રી મોદીએ આ વાત અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા ટેરિફના સંદર્ભમાં કહી હતી.
લાલ કિલ્લા પરથી PM મોદીએ રાષ્ટ્રીય સુરક્ષા ક્વચ સુદર્શન ચક્રની કરી જાહેરાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ગર્જના કરતા ભારતના દુશ્મનોને ચેતવણી આપી છે. ૭૯મા સ્વતંત્રતા દિવસ પર દેશને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે આગામી ૧૦ વર્ષમાં દેશની વાયુ સંરક્ષણ પ્રણાલી કેવી રીતે મજબૂત બનશે. દેશને સંબોધતા તેમણે દેશના લોકો પાસેથી આશીર્વાદ માંગ્યા. તેમણે કહ્યું કે મેં એક સંકલ્પ લીધો છે, આ માટે મને દેશવાસીઓના આશીર્વાદની જરૂર છે. આ આશીર્વાદ દેશની સુરક્ષા માટે છે. તેમણે કહ્યું કે હું ભગવાન કૃષ્ણના સુદર્શનની જેમ દેશને સુરક્ષા પ્રદાન કરવા માંગુ છું, આ માટે હું મિશન સુદર્શનની શરૂઆતની જાહેરાત કરું છું. આ નવા ભારતની સંરક્ષણ પ્રણાલી હશે. તે ફક્ત દેશનું રક્ષણ જ નહીં, પણ દુશ્મનોનો પણ નાશ કરશે.





















