શોધખોળ કરો

PM Modi Meeting: કોરોનાના વધતા સંક્રમણને લઈને પીએમ મોદીએ યોજી હાઈ લેવલ મિટિંગ, જાણો શું કરવામાં આવી ચર્ચા

PM Modi Meeting On Coronavirus: વિશ્વમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાનું નવો વેરિઅન્ટ ઓમિક્રોન BF.7 ફરી એકવાર દેશમાં દેખાયા બાદ ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. કેન્દ્ર સરકાર આ અંગે સતર્ક છે.

PM Modi Meeting On Coronavirus: વિશ્વમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. કોરોનાનું નવો વેરિઅન્ટ ઓમિક્રોન BF.7 ફરી એકવાર દેશમાં દેખાયા બાદ ગભરાટનું વાતાવરણ સર્જાયું છે. કેન્દ્ર સરકાર આ અંગે સતર્ક છે. રોગચાળાના ભયને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી.

પીએમ મોદી સાથેની બેઠકમાં ગૃહ પ્રધાન અમિત શાહ, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ, ICMR અધિકારીઓ, નાગરિક ઉડ્ડયન અધિકારીઓ, નીતિ આયોગના વીકે પોલ અને અન્યો હાજર રહ્યા હતા. બેઠકમાં વર્તમાન તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી અને ભવિષ્યના આયોજનો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

વિદેશથી આવતા મુસાફરો પર વિશેષ ધ્યાન

કેન્દ્ર સરકારે કોરોનાના નવા વેરિઅન્ટથી સંક્રમણને રોકવા માટે વિદેશથી આવતા મુસાફરોને લઈને વિશેષ માર્ગદર્શિકા આપી છે. દેશભરના એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોના રેન્ડમ સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યા છે. ઓમિક્રોનના નવા વેરિઅન્ટમાંથી સંક્રમણ અંગે લોકોને સલાહ આપતાં કેન્દ્ર સરકારે કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી.

લોકોને ભીડભાડવાળા વિસ્તારોમાં સામાજિક અંતર જાળવવા સાથે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે કોરોના પોઝિટિવના સેમ્પલ INSACOG જીનોમ સિક્વન્સિંગ લેબમાં મોકલવાની સૂચના આપવામાં આવી છે.

ચીન સહિત ઘણા દેશોમાં કોરોના સંક્રમણના ઝડપથી વધી રહેલા કેસોને જોતા કેન્દ્ર સરકાર એલર્ટ છે. દેશમાં કોરોના વાયરસના નવા પ્રકારો સામે આવ્યા બાદ સરકારે તેના જોખમને સમયસર રોકવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. આ અંગે જરૂરી ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ, રાજ્યોની સરકારો પણ ઘણી સતર્ક દેખાઈ રહી છે. નોંધનીય છે કે ઑક્ટોબર-નવેમ્બરમાં ગુજરાત અને ઓડિશામાં ઓમિક્રોનના BF.7 અને BF.12 વેરિએન્ટથી સંક્રમિત ચાર દર્દીઓ નોંધાયા હતા.

કોરોનાને લઈ પૂરી રીતે તૈયાર છે સરકાર

ભારતમાં કોરોનાને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી રહી છે. રાજ્યસભા અને લોકસભામાં આ અંગે સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ લોકસભામાં કહ્યું કે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે. સરકાર કોરોના સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ સાથે તેમણે માસ્ક પહેરવા અને સેનિટાઈઝર લગાવવાની વિનંતી કરી. તેમણે કહ્યું કે હવે દેશભરમાં એક દિવસમાં સરેરાશ 153 કેસ સામે આવી રહ્યા છે.

કોરોનાના કેસ વધતાં IMA એ શું કરી અપીલ ?

વિદેશમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ભારતમાં પણ કોરોનાના નવા વેરીયન્ટના ત્રણ કેસ નોંધાયા છે. અન્ય દેશોમાં વધતા કોવિડના કેસ મામલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશ (IMA) એ નિવેદન જાહેર કર્યુ છે. જેમાં લોકોને જાહેર સ્થળોએ માસ્ક ફરજિયાત પહેરવા, પ્રસંગોમાં સામાજિક અંતર જળવાય તેવું સૂચન કર્યું છે. ઉપરાંત જો શક્ય હોય તો આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ ટાળવાની અપીલ કરી છે તથા જે લોકોનો બુસ્ટર ડોઝ બાકી હોય તેમણે સમયસર લેવા પણ અનુરોધ કર્યો છે.

ટોપ સ્ટોરી

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
8મા પગાર પંચની મોટી તૈયારી: 1 કરોડ કર્મચારીઓ માટે બેઠકોનો ધમધમાટ શરૂ, જુઓ શેડ્યૂલ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ
Shimla Tour Package: શિમલા અને કુફરી જવા ઇચ્છતા લોકો માટે શ્રેષ્ઠ વિકલ્પ, IRCTCનું આ છે સૌથી સસ્તું પેકેજ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget