મોદી દેશભરમાં લાદશે લોકડાઉન ? આજે સાંજે મોદીની તમામ રાજ્યોના ક્યા મહાનુભાવો સાથે છે બેઠક ? શું છે એજન્ડા ?
આ પહેલા 8 એપ્રિલે પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.જેમાં મોદી કહ્યું હતું કે અમુક લોકોની લાપરવાહી અને પ્રશાસનની નિષ્ક્રિયતાના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે જ તમામ રાજ્યોના રાજ્યપાલોને પણ કોરોના વિરુદ્ધના અભિયાનમાં જોડાવા કહ્યું હતું.
નવી દિલ્હીઃ દેશભરમાં કોરોનાએ (Coronavirus) હાહાકાર મચાવ્યો છે. રોજના કેસની સંખ્યા બે લાખ સુધી પહોંચવા આવી છે. દેશમાં કોરોનાના વધતા (Corona Cases in India) કેસને લઈ દેશમાં ફરી એક વખત લોકડાઉન (Lockdown) લાદવામાં આવે તેવી અટકળો વહેતી થઈ છે. આજે સાંજે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી (PM Modi) આજે તમામ રાજ્યોના રાજ્યપાલો સાથે સંવાદ કરશે.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ આ બેઠકમાં ભાગ લેશે. તમામ રાજ્યોના રાજ્યપાલ સાથે પ્રધાનમંત્રીની આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. કારણકે ન માત્ર મહારાષ્ટ્ર પણ ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. સાંજે સાડા છ વાગ્યે આ બેઠક શરૂ થશે. આ પહેલા 8 એપ્રિલે પીએમ મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી.જેમાં મોદી કહ્યું હતું કે અમુક લોકોની લાપરવાહી અને પ્રશાસનની નિષ્ક્રિયતાના કારણે કોરોનાના કેસ વધી રહ્યા છે. સાથે જ તમામ રાજ્યોના રાજ્યપાલોને પણ કોરોના વિરુદ્ધના અભિયાનમાં જોડાવા કહ્યું હતું.
દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર (Coronavirus Second Wave) બનીને તૂટી છે. જે સ્પીડ સાથે દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે તેના પરથી લાગે છે કે થોડા જ દિવસોમાં કોરોનાના દૈનિક કેસની (Corona Cases in India) સંખ્યા બે લાખને પાર થઈ જશે. છેલ્લા 24 કલાકના આંકડાના વાત કરીએ તો 1.84 લાખથી વધારે નવા કેસ આવ્યા છે અને એક હજારથી વધુ લોકોના મોત થયા છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,84,372 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1027 લોકોના મોત થયા છે. જોકે 82,339 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 38 લાખ 73 હજાર 825
કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 23 લાખ 36 હજાર 036
કુલ એક્ટિવ કેસ - 13 લાખ 65 હજાર 704
કુલ મોત - 1 લાખ 72 હજાર 085
11 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 11 કરોડ 11 લાખ 79 હજાર 578 ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં છેલ્લા 9 દિવસમાં નોંધાયેલા કેસ
13 એપ્રિલઃ 1,61, 736
12 એપ્રિલઃ 1,68,912
11 એપ્રિલઃ 1,52, 879
10 એપ્રિલઃ 1,45,384
9 એપ્રિલઃ 1,31,968
8 એપ્રિલઃ 1,26,789
7 એપ્રિલઃ 1,15,736
6 એપ્રિલઃ 96,982
5 એપ્રિલઃ 1,03,558