(Source: ECI/ABP News/ABP Majha)
All Party Meet: શિયાળુ સત્ર અગાઉ તમામ પક્ષોની બેઠક, બેઠકમાં ન પહોંચ્યા PM મોદી, AAP સાંસદે કર્યો બહિષ્કાર
ટીએમસીએ બેરોજગારી, આવશ્યક ચીજવસ્તુઓના ભાવમા વધારો, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા.
નવી દિલ્હીઃ સંસદના શિયાળુ સત્રના એક દિવસ અગાઉ તમામ પક્ષોની બેઠક ખત્મ થઇ ચૂકી છે. વડાપ્રધાન મોદી આ બેઠકમાં સામેલ થયા નહોતા. સંસદ સત્રના એક દિવસ અગાઉ સરકાર તરફથી બોલાવાયેલી બેઠકમાં કોગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે, અધીર રંજન ચૌધરી, આનંદ શર્મા, તૃણમુલ કોગ્રેસના સુદીપ બેનર્જી, ડેકેક ઓબ્રાયન, ડીએમકેના ટીઆર બાલૂ, ટી. શિવા અને એનસીપીના શરદ પવાર સામેલ રહ્યા હતા. આ દરમિયાન ટીએમસી કોગ્રેસ તરફથી સરકાર સામે 10 મુદ્દા ઉઠાવ્યા હતા.
ટીએમસીએ બેરોજગારી, આવશ્યક ચીજવસ્તુઓના ભાવમા વધારો, પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો સહિતના મુદ્દાઓ ઉઠાવ્યા હતા. આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહે બેઠકનો બહિષ્કાર કર્યો હતો. તેમણે આરોપ લગાવ્યો હતો કે તેઓને સંસદમાં બોલવા દેવામાં આવતા નથી એટલું જ નહી સર્વદળીય બેઠકમાં પણ બોલવા દેવામાં આવતા નથી. ન્યૂઝ એજન્સી એએનઆઇ સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે સરકારે સર્વદળીય બેઠકમાં તેઓને બોલવા દીધા નહોતા. તેઓ સત્ર દરમિયાન એમએસપી ગેરન્ટી કાયદાના રૂપમાં લાવવા અને બીએસએફના અધિકાર ક્ષેત્રનો મુદ્દો સંસદમાં ઉઠાવવા માંગતા હતા. પરંતુ તેઓને સર્વદળીય બેઠકમાં બોલવા દેવામાં આવ્યા નહોતા.
Delhi | All-Party meeting convened by the government today, ahead of Winter Session of Parliament pic.twitter.com/o5nbuKFVog
— ANI (@ANI) November 28, 2021
શિયાળુ સત્ર ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે સરકાર ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓને પાછા ખેંચવા અંગે એક બિલ રજૂ કરશે. આ બિલ પર પક્ષ અને વિપક્ષમાં તકરાર જોવા મળી શકે છે.નોંધનીય છે કે આજે બપોરે ત્રણ વાગ્યે ભાજપની સંસદીય કાર્યકારીણીની બેઠક યોજાવાની છે. ચાર વાગ્યે એનડીએની બેઠક યોજાશે જેમાં શિયાળુ સત્રને લઇને રણનીતિ બનાવવામાં આવશે.