શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પોલીસનો નવતર પ્રયોગ, અહીં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને દંડ નહીં થાય પણ....
આ પહેલ અંતર્ગત હૈદ્રાબાદ પોલીસ વાહનચાલકને હેલ્મેટ ખરીદવા માટે મદદ કરશે.
નવી દિલ્હીઃ ટ્રાફિક નિયમના ઉલ્લંઘન પર ભારે દંડને લઈને દેશબરમાં જોરદાર વિરોધ થઈ રહ્યો છે. પરંતુ હૈદ્રાબાદ પોલીસે ટ્રાફ્રિક નિયમનું ઉલ્લંઘન કરનારને પાઠ ભણાવવાનો અનોખી રીત અપનાવી છે. હૈદ્રાબાદ પોલીસે હેલમેટ અને જરૂરી દસ્તાવેજ વગર વાહન ચાલકોને દંડ ફટકારવાને બદલે હેલમેટ અપાવી અને દસ્તાવેજ બનાવવામાં મદદ કરવાની પહેલ શરૂ કરી છે.
આ પહેલ અતંર્ગત, જો વાહનચાલકો હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવવું, ડ્રાઈવિંગ લાયસન્સ, વીમો અને પી.યુ.સીના નિયમનો ભંગ કરશે તો તેના માટે કોઈ દંડ નહીં કરે પણ પોલીસ તેમને મદદ કરશે.
આ પહેલ અંતર્ગત હૈદ્રાબાદ પોલીસ વાહનચાલકને હેલ્મેટ ખરીદવા માટે મદદ કરશે. વીમો કઢાવવા અને પી.યુ.સી કઢાવવા માટે પોલીસ લોકોને મદદ કરશે. સ્થળ પર જ પોલીસ લર્નિંગ ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરાવી ઓનલાઈન સ્લોટ બુક કરાવવામાં પોલીસ મદદ કરશે. આ પહેલ હૈદરાબાદનાં રાચકોંડા પોલીસ દ્વારા કરવામાં આવી છે અને લોકો તેને આવકારી રહ્યાં છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે ઘડેલા આ કાયદાને દેશના ઘણા રાજ્યોએ અમલ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ભાજપ શાસિત ગુજરાત અને ઉત્તરાખંડ જેવા રાજ્યોએ આ કાયદામાં કરેલી દંડની જોગવાઇમાં ઘટાડો કર્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion