શોધખોળ કરો
Advertisement
MPમાં હાઇ વૉલ્ટેજ ડ્રામાઃ સિંધિયા સહિત 27 ધારાસભ્યોના ફોન અચાનક બંધ, કમલનાથ ચિંતામાં
રાજકીય નાટકને લઇને મુખ્યમંત્રી કમલનાથે સોમવારે રાત્રે અચાનક કેબિનેટની બેઠક બોલાવી હતી. પાર્ટી સુત્રો અનુસાર આ બેઠક મુખ્યમંત્રી કમલનાથ નિવાસ પર રાત્રે 10 વાગે મળી હતી
ભોપાલઃ મધ્યપ્રદેશની રાજનીતિમાં જબરદસ્ત ડ્રામા થયો છે, રાજકીય ઉથલપાથલ વધુ તેજ બની છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સહિત 27 સમર્થક ધારાસભ્યોના મોબાઇલ ફોન અચાનક બંધ આવતા મુખ્યમંત્રી કમલનાથ ચિંતામા મુકાઇ ગયા છે.
રાજકીય નાટકને લઇને મુખ્યમંત્રી કમલનાથે સોમવારે રાત્રે અચાનક કેબિનેટની બેઠક બોલાવી હતી. પાર્ટી સુત્રો અનુસાર આ બેઠક મુખ્યમંત્રી કમલનાથ નિવાસ પર રાત્રે 10 વાગે મળી હતી. આ બેઠક પહેલા કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતા દિગ્વીજય સિંહ અને કેબિનેટના બે વરિષ્ટ મંત્રીઓની સાથે પણ એક બેઠક કરી હતી.
મધ્ય પ્રદેશમાં રાજકીય સંકટ ઉભુ થયું છે. કમલનાથ સરકારના 6 મંત્રીઓ સહિત 17 ધારાસભ્યો બળવાખોરી કરીને બેંગલુરૂ પહોંચી ગયા છે. બે મંત્રીઓ પહેલાથી જ ત્યાં હાજર હતા. આ ધારાસભ્યોને ત્રણ ચાર્ટર પ્લેનની મદદથી દિલ્હીથી બેંગલુરૂ લઈ જવામાં આવ્યા છે. આ તમામ મંત્રીઓ અને ધારાસભ્યો આશરે 3.30 વાગ્યે બેંગલુરૂ એરપોર્ટ પર ઉતર્યા હતા. આ તમામ મંત્રીઓ જ્યોતિરાદિત્ય સિંઘિયા ગ્રુપના હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સુત્રો પ્રમાણે, જે 17 ધારાસભ્યો ચાર્ટર પ્લેનની મદદથી દિલ્હીથી બેંગલુરૂ પહોંચ્યા છે તેમના નામ છે. રાજવર્ધન સિંહ, ઓપીએસ ભદોરિયા,ગિરિરાજ દંતોડિયા, બિજેંદ્ર યાવદ,જસપાલ જજ્જી,રણવીર જાટવ,કમલેશ જાટવ,જસવંત જાટવ,રક્ષા સિરોનિયા,મુન્ના લાલ ગોયલ,સુરેશ ધાકડ,રધુરાજ કસાના,હરદીપ સિંહ ડંગ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
લાઇફસ્ટાઇલ
ક્રિકેટ
Advertisement