શોધખોળ કરો
Advertisement
કેજરીવાલને મળ્યો પ્રશાંત કિશોરનો સાથ, દિલ્હી ચૂંટણીમાં AAP માટે બનાવશે રણનીતિ
ચૂંટણી રણનીતિકારના નામથી જાણીતા પ્રશાંત કિશોર હવે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ માટે રણનીતિ બનાવશે.
નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદાને સમર્થન આપવા મામલે પોતાની પાર્ટી જનતા દળ યુનાઇટેડથી અલગ વલણ અપનાવતા પ્રશાંત કિશોર આજે સાંજે મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરશે. આ વચ્ચે પ્રશાંત કિશોર દિલ્હીમાં આમ આદમી પાર્ટી માટે કામ કરશે. ચૂંટણી રણનીતિકારના નામથી જાણીતા પ્રશાંત કિશોર હવે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ માટે રણનીતિ બનાવશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શનિવારે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી.
નોંધનીય છે કે I-PAC પ્રશાંત કિશોરની એજન્સી છે. આ એજન્સી રાજકીય પાર્ટીઓ માટે ચૂંટણી પ્રચાર કરે છે. આગામી કેટલાક દિવસોમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે અને પ્રશાંત કિશોર આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરશે. નોંધનીય છે કે પ્રશાંત કિશોરે 2014માં નરેન્દ્ર મોદી માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો.Happy to share that @indianpac is coming on-board with us. Welcome aboard!
— Arvind Kejriwal (@ArvindKejriwal) December 14, 2019
After Punjab results, we acknowledged you as the toughest opponent that we have ever faced. Happy to join forces now with @ArvindKejriwal and @AamAadmiParty. https://t.co/5Rcz4ie6Xs
— I-PAC (@IndianPAC) December 14, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement
gujarati.abplive.com
Opinion