નવી દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસ પર આપવામાં આવતા પદ્મ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. કુલ 141 લોકોને પદ્મ એવોર્ડની જાહેરાત થઈ હતી. જેમાં 7ને પદ્મ વિભૂષણ, 16ને પદ્મ ભૂષણ અને 118ને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 33 મહિલાઓને પણ ‘પદ્મ’ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે.