શોધખોળ કરો

President Election 2022: રાષ્ટ્રપતિ ચૂંટણીને લઇને મમતા બેનર્જીની બેઠકમાં સામેલ નહી થાય ઉદ્ધવ ઠાકરે, જાણો કારણ?

રાષ્ટ્રપતિ ચૂંટણી 18 જૂલાઈના રોજ યોજાશે. ચૂંટણીની મતગણતરી 21 જૂલાઈના રોજ થશે

Uddhav Thackeray: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (West Bengal Chief Minister)એ રાષ્ટ્રપતિની ચૂંટણીને લઈને એક બેઠક બોલાવી છે જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે હાજરી આપશે નહીં. આ બેઠક 15 જૂને યોજાવાની છે. શિવસેના તરફથી આ બેઠકમાં કોણ હાજર રહેશે, તે હજુ સુધી નક્કી કરવામાં આવ્યું નથી પરંતુ સીએમ ઉદ્ધવ ઠાકરે બેઠકમાં નહીં જાય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. શિવસેનાના સૂત્રોના જણાવ્યા અનુસાર 15 જૂને ઉદ્ધવ ઠાકરેનો એક કાર્યક્રમ અગાઉથી જ નક્કી છે, જેના કારણે તેઓ આ બેઠકમાં ભાગ લેશે નહીં.

શિવસેનાના નેતા સંજય રાઉતે રવિવારે આ માહિતી આપી હતી. રાઉતના જણાવ્યા અનુસાર ઠાકરે આ બેઠકના દિવસે અયોધ્યામાં હશે. સંજય રાઉતે કહ્યું, 'ઉદ્ધવ ઠાકરેને 15 જૂને દિલ્હીમાં બેઠક માટે આમંત્રણ મળ્યું છે. અમે તે સમયે અયોધ્યામાં હોઈશું, અમારી પાર્ટીના એક મોટા નેતા બેઠકમાં ભાગ લેશે. તો સાથે જ શિવસેનાએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે બેઠકમાં વિપક્ષ જેને પણ પ્રમુખના નામ પર પસંદ કરશે, શિવસેના તેની સાથે મક્કમતાથી ઉભી રહેશે.

મમતા બેનર્જીએ આ બેઠક માટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કેરળના સીએમ પિનારાઈ વિજયન, ઓડિશાના સીએમ નવીન પટનાયક, તેલંગાણાના સીએમ કે.ચંદ્રશેખર રાવ, તમિલનાડુના સીએમ એમ.કે. સ્ટાલિન, મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે, ઝારખંડના સીએમ હેમંત સોરેન, પંજાબના સીએમ ભગવંત માન અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સહિત 22 નેતાઓને પત્ર લખ્યો છે.

18 જુલાઈએ રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે . ચૂંટણીની મતગણતરી 21 જૂલાઈના રોજ થશે. રાષ્ટ્રપતિ કોવિંદનો કાર્યકાળ 24 જૂલાઈએ પૂરો થઈ રહ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી

Crime News: પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, પતિએ એડવોકેટ પત્નીનું પેટ ચીરી નાંખ્યું

પૃથ્વીની નજીક આવી રહ્યો છે વિશાળ ઉલ્કાપિંડ, 65000 કિમી પ્રતિ કલાકની છે ઝડપ, નાસાએ જણાવ્યું કેટલું છે જોખમ

ઝીકા વાયરસ: ભારત ચેપી રોગોની રોકથામ માટે કેટલું તૈયાર છે?
ઝીકા વાયરસ: ભારત ચેપી રોગોની રોકથામ માટે કેટલું તૈયાર છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain | સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદRahul Gandhi In Gujarat | રાહુલ આજે ગુજરાતમાં, જુઓ કોંગ્રેસના માસ્ટર પ્લાનિંગના લેટેસ્ટ અપડેટ્સAmit Shah | અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે, જાણો આજનું શું છે શિડ્યુઅલ?Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતના આ 5 જિલ્લામાં આજે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Crime News: પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, પતિએ એડવોકેટ પત્નીનું પેટ ચીરી નાંખ્યું
Crime News: પ્રેમ લગ્નનો કરૂણ અંજામ, પતિએ એડવોકેટ પત્નીનું પેટ ચીરી નાંખ્યું
પૃથ્વીની નજીક આવી રહ્યો છે વિશાળ ઉલ્કાપિંડ, 65000 કિમી પ્રતિ કલાકની છે ઝડપ, નાસાએ જણાવ્યું કેટલું છે જોખમ
પૃથ્વીની નજીક આવી રહ્યો છે વિશાળ ઉલ્કાપિંડ, 65000 કિમી પ્રતિ કલાકની છે ઝડપ, નાસાએ જણાવ્યું કેટલું છે જોખમ
ઝીકા વાયરસ: ભારત ચેપી રોગોની રોકથામ માટે કેટલું તૈયાર છે?
ઝીકા વાયરસ: ભારત ચેપી રોગોની રોકથામ માટે કેટલું તૈયાર છે?
Hardik Pandya: શું ખરેખર હાર્દિક પંડ્યા અને નતાશાનાં છૂટાછેડા થઈ ગયા? જાણો ફરી કેમ આ ચર્ચા શરૂ થઈ

Iran Presidential Election: ઇરાન રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મસૂદ પેઝેશકિયનની જીત, કટ્ટરપંથી નેતા સઈદ જલીલીને 28 લાખ મતોથી હરાવ્યા

Income Tax: રોકાણ વગર પણ લાખો રૂપિયાનો ટેક્સ બચાવી શકાય છે, માત્ર આ કામ કરવાની જરૂર પડશે

Rain Update:સુરતના ઉમરપાડામાં 5 ઇંચ તૂટી પડ્યો વરસાદ, છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં વરસ્યાં મેઘરાજા

Embed widget