શોધખોળ કરો
PM મોદીએ ઝારખંડની નવા વિધાનસભા ભવનનું કર્યું ઉદ્ઘાટન, અનેક યોજનાઓનો કર્યો શુભારંભ
કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે સરકારે પ્રથમ સૌ દિવસમાં આતંકવાદ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડી. મુસ્લિમ બહેનોના હિતની રક્ષા અને જમ્મુ કાશ્મીરના વિકાસને નવી ઉંચાઈએ લઈ જવા માટે અનેક મહત્વના પગલા લીધા છે.
![PM મોદીએ ઝારખંડની નવા વિધાનસભા ભવનનું કર્યું ઉદ્ઘાટન, અનેક યોજનાઓનો કર્યો શુભારંભ prime minister modi inaugurates new assembly building of jharkhand PM મોદીએ ઝારખંડની નવા વિધાનસભા ભવનનું કર્યું ઉદ્ઘાટન, અનેક યોજનાઓનો કર્યો શુભારંભ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/12204456/modi.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાંચી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે ઝારખંડની નવનિર્મિત વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સિવાય પીએમ મોદીએ અનેક યોજનાઓનો શુભારંભ પણ કરાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે સરકારે પ્રથમ સૌ દિવસમાં આતંકવાદ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડી. મુસ્લિમ બહેનોના હિતની રક્ષા અને જમ્મુ કાશ્મીરના વિકાસને નવી ઉંચાઈએ લઈ જવા માટે અનેક મહત્વના પગલા લીધા છે. પીએમ મોદીએ કહ્યું આ તમામ મામલે દેશની જનતાએ હજું માત્ર તેમની સરકારનું ટ્રેલર જોયું છે. ફિલ્મ તો હજુ બાકી છે. પીએમ મોદીએ કહ્યું આતંકવાદ અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડવાનો અમારો સંકલ્પ છે.
પીએમ મોદીએ ઝારખંડની એક દિવસયી મુલાકાત દરમિયાન દેશના ખેડૂતો માટે પેન્શનની વડાપ્રધાન કિસાન માનધન યોજના, સ્વરોજગાર પેન્શન યોજના અને આદિવાસી વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે એકલવ્ય મૉડલ વિદ્યાલય સહિત અનેક યોજનાઓનો શુભારંભ કરાવ્યો.
મંદી વચ્ચે મોદી સરકાર માટે આવ્યા સારા સમાચાર, ઔધોગિક ઉત્પાદન દરમાં થયો વધારો
આર્થિક મંદીને લઈ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- જનાદેશનો થઈ રહ્યો છે દુરુપયોગ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
સમાચાર
ગુજરાત
દુનિયા
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)