PM Modi Speech Today: કોરોના સ્થિતિને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં કરશે દેશને સંબોધન
કોરોનાના કહેરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં દેશને સંબોધન કરશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ આજે રાત્રે 8.45 વાગ્યે દેશને સંબોધન કરશે.
નવી દિલ્હી: કોરોનાના કહેરની વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં દેશને સંબોધન કરશે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, તેઓ આજે રાત્રે 8.45 વાગ્યે દેશને સંબોધન કરશે. આ પહેલા પીએમ મોદીએ વેક્સિન નિર્માતાઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે, વેક્સિન નિર્માતાઓ ખૂબજ ઓછા સમયમાં કોવિડ -19ની ર વિકસાવી અને તેનું ઉત્પાદન કર્યું છે. તેમણે કહ્યું કે વિશ્વભરમાં ભારતમાં ઉત્પાદિત સૌથી સસ્તી કોવિડ -19 રસી સૌથી સસ્તી છે. વિશ્વનો સૌથી મોટો રસીકરણ કાર્યક્રમ અહીં ચાલુ છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે જાહેર કરેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 2,59,170 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1761 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 1,54,761 લોકો ઠીક પણ થયા છે.
કુલ કેસ- એક કરોડ 53 લાખ 21 હજાર 089
કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 31 લાખ 08 હજાર 582
કુલ એક્ટિવ કેસ - 20 લાખ 31 હજાર 9779
કુલ મોત - 1 લાખ 80 હજાર 530
12 કરોડથી વધારેને રસી અપાઈ
દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 12 કરોડ 71 લાખ 29 હજાર 113 ડોઝ આપવામાં આવ્યા છે.