શોધખોળ કરો
Advertisement
પ્રિયંકા ગાંધી બની શકે કે યુપી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસનો ચહેરો, જાણો શું હોય શકે રણનીતિ
નવી દિલ્લી: ઉત્તરપ્રદેશની આગામી વિધાનસભા ચૂંટણીમાં સમાજવાદી પાર્ટી, બસપા અને ભાજપ સામે જંગે પડવા માટે કોઈ ચહેરાને ઉભો કરવો કે કેમ તે અંગે કોંગ્રેસ કોઈ નિર્ણય પર પહોંચી નથી. જ્યારે પાર્ટીના સ્ટ્રેટેજીસ્ટ પ્રશાંત કિશોર પ્રિયંકા ગાંધી વાડ્રાને આ ચૂંટણીમા પાર્ટીનો ચહેરો બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે.
આ ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીની ભૂમિકાની સ્પષ્ટતા ત્યારે થશે જ્યારે કોંગ્રેસ એ નક્કી કરશે કે તે ગઠબંધન કરીને ચૂંટણીના મેદાનમાં ઉતરવા માગે છે કે સ્વતંત્ર પક્ષ તરીકે. જો કોંગ્રેસ 350 બેઠકો પર લડવાનું નક્કી કરે તો તે માટે એક પ્રભાવશાળી નેતૃત્વની પક્ષને જરૂર છે.
યુપી કોંગ્રેસ સીએમ અખિલેશ યાદવ, મયાવતી અને ભાજપ સામે એક ચહેરાને ઉભો રાખવા માગે છે. પણ પ્રિયંકાની આગેવાનીમાં આ થશે કે કેમ તે અંગે સ્પષ્ટતા નથી. સૂત્રોનું કહેવું છે કે આ અંગે નિર્ણય સોનિયા-રાહુલ અને પ્રિયંકાએ લેવાનો રહેશે, પક્ષે નહિ.
પક્ષના એક નેતાના જણાવ્યું કે, ‘યુપીમાં છેલ્લા 25 વર્ષથી અમે સત્તા પર આવ્યા નથી. શું પ્રિયંકાને આ વખતે શામેલ કરવા યોગ્ય હશે? જો અમે તેમના નેતૃત્વમાં હારશું, તો આવતી લોકસભાની ચૂંટણીમાં શું થશે?’
જો ભાજપ દિલ્લી અને બિહારમાં લિડરશીપના મુદ્દાને ગૂંચવે તો તે કોંગ્રેસ માટે ફાયદાકારક હોય શકે. જો ભાજપ એક ઠાકુર ચહેરાને આગળ કરે તો બ્રામ્હણોના મત કોંગ્રેસ કે બસપા તરફ ફંટાઈ શકે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બોલિવૂડ
અમદાવાદ
દેશ
Advertisement