![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'તમામ એરપોર્ટ, રોડના કામ એક વ્યક્તિને...', અદાણીનું નામ લઇને ભાજપ પર પ્રિયંકા ગાંધીના પ્રહાર
પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, "કૃષિ કાયદા શક્તિશાળી લોકો માટે બનાવવામાં આવ્યા છે
!['તમામ એરપોર્ટ, રોડના કામ એક વ્યક્તિને...', અદાણીનું નામ લઇને ભાજપ પર પ્રિયંકા ગાંધીના પ્રહાર Priyanka Gandhi on Adani issue maiden Lok Sabha speech 'તમામ એરપોર્ટ, રોડના કામ એક વ્યક્તિને...', અદાણીનું નામ લઇને ભાજપ પર પ્રિયંકા ગાંધીના પ્રહાર](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/13/7192141c331ac69399f54cb2526d8b301734076357334916_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Priyanka Gandhi Attack BJP: લોકસભામાં બંધારણ પર ચર્ચા દરમિયાન બોલતા કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ શુક્રવારે (13 ડિસેમ્બર 2024) ભારતીય જનતા પાર્ટી (BJP) અને નરેન્દ્ર મોદી સરકાર પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. રાજનાથ સિંહના આરોપોના જવાબમાં પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, "સમગ્ર જવાબદારી જવાહરલાલ નેહરુ પર નાખવામાં આવે છે, તમે વર્તમાનની વાત કેમ નથી કરતા."
"Constitution is suraksha kavach, ruling side made attempts to break this": Priyanka Gandhi during LS debate on Constitution
— ANI Digital (@ani_digital) December 13, 2024
Read @ANI story | https://t.co/trM4qNAQJA#PriyankaGandhi #Constitution #LokSabha pic.twitter.com/HLzGh5hFve
પ્રિયંકા ગાંધીએ વધુમાં કહ્યું કે, "કૃષિ કાયદા શક્તિશાળી લોકો માટે બનાવવામાં આવ્યા છે. તમામ એરપોર્ટ, રોડ, રેલ્વેનું કામ એક વ્યક્તિને આપવામાં આવી રહ્યું છે. સરકાર અદાણીનો પક્ષ લઈ રહી છે. લોકો માનતા હતા કે બંધારણ તેમની સુરક્ષા કરશે. પરંતુ હવે તેમનો વિશ્વાસ ઉઠી ગયો છે."
#WATCH | In Lok Sabha, Congress MP Priyanka Gandhi Vadra says, "The one, whose name you sometimes hesitate in speaking out, while speaking fluently at other times to use it to save yourself - he set up HAL, BHEL, SAIL, GAIL, ONGC, NTPC, Railways, IIT, IIM, Oil Refineries and… pic.twitter.com/5N0f0BwQBl
— ANI (@ANI) December 13, 2024
'ભારતનું બંધારણ સંઘનું બંધારણ નથી'
તેમણે કહ્યું કે, "જો લોકસભા ચૂંટણીના પરિણામો ન આવ્યા હોત તો તેઓએ (ભાજપ) બંધારણ બદલવાનું શરૂ કરી દીધું હોત. સત્ય એ છે કે ભાજપ હવે બંધારણની વાત કરે છે કારણ કે તેમને લોકસભાની ચૂંટણીમાં ખબર પડી ગઈ છે કે લોકો તેનું રક્ષણ કરી રહ્યા છે, કદાચ તેઓ સમજી શક્યા નથી કે ભારતનું બંધારણ સંઘનું બંધારણ નથી.
#WATCH | In Lok Sabha, Congress MP Priyanka Gandhi Vadra says, "Today, people of the country are demanding that there be a Caste Census. Colleague of the ruling side mentioned this, the mention is also being made only because of these results in the Lok Sabha elections. The Caste… pic.twitter.com/ngZ5k8skzY
— ANI (@ANI) December 13, 2024
' ભારતના લોકોના મનમાં આશાઓ અને સપના જોયા છે'
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે અમારો સ્વતંત્રતા સંગ્રામ વિશ્વમાં અજોડ હતો કારણ કે તે સત્ય અને અહિંસા પર આધારિત હતો. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન બનેલી ઘટનાઓને યાદ કરતા પ્રિયંકા ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે જ્યારે જાતિ ગણતરીની માંગ ઉઠી ત્યારે તેઓ ચૂપ હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું કે મેં ભારતના લોકોના મનમાં આશાઓ અને સપના જોયા છે. ઉન્નાવ બળાત્કાર પીડિતાના ઘરે જવાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે તેમના પિતા ઈચ્છે છે કે તેમની પુત્રીને ન્યાય મળે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)