શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતમાં કેસ વધતા MBBSના વિદ્યાર્થીઓને લઈને સરકારી મેડિકલ કોલેજે કર્યો મોટો નિર્ણય, જાણો વિગતે
રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોના એમબીબીએસના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને કોરોના સારવારની ટ્રેનિંગ આપવામાં આવી છે.
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે ડોક્ટરોની અછત હોય મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને કોરોનામાં ક્લિનિકલ પોસ્ટિંગ આપવાને લઈને વિદ્યાર્થીઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજોના એમબીબીએસના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને કોરોના સારવારની ટ્રેનિંગ આપવામાં આવી છે. જોકે અમદાવાદમાં કેસ ઘટતા હાલમાં માત્ર પીજી રેસિડેન્ટ ડોક્ટરો જ સારવાર કરી રહ્યા છે.
જોકે સુરતમાં કેસમાં સતત વધારો નોંધાતા સરકારી મેડિકલ કોલેજના છેલ્લા વર્ષના વિદ્યર્થીઓને ફરજીયાત હાજર થઈ ક્લિનિકલ ડ્યુટી સોંપાતા ભારે વિરોધ થઈરહ્યો છે. સુરતની સરકારી મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના એસોસિએશને સોશિયલ મીડિયા પર સરકાર સામે આ મામલે ઓનલાઈન આંદોલન ચલાવ્યું હતું અને ટ્વીટર પર મેસેજ કરી ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.
વિદ્યાર્થીઓની માગ છે કે છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને ફરજીયાત કોરોનાની સારવારનું કામ આપવામાં ન આવે તેમને ડ્યુટી મરજીયાત અથવા વોલન્ટરી ધોરણે જ કરવામાં આવે છે. સાથે જ જે વિદ્યાર્થી સ્વૈચ્છીક રીતે જોડાય તેને સ્ટાઇપેન્ડ આપવામાં અને આવા વિદ્યાર્થીઓને તાત્કાલીક બોન્ડ ઇન્ટર્નશિપમાં રાહત આપવાની માગ કરી છે.
નોંધનીય છે કે, સરકાર દ્વારા એમસીઆઈની ગાઈડલાઈન હેળ પાર્ટ-1 અને 2ના તમામ વિદ્યાર્થીઓને ફરજીયાત રિપોર્ટિંગ કરવા અને ક્લિનિકલ પોસ્ટિંગ માટે જોડવામા આવ્યા છે તેમજ એકોમોડેશન, ભોજન તથા ટ્રાન્સપોર્ટેશન આપવામા આવ્યુ છે.
સુરત મેડિકલ કોલેજ તંત્ર દ્વારા તમામ વિદ્યાર્થીઓને લેટર ઈસ્યુ કરીને ફરજીયાક ક્લનિકિલ પોસ્ટિંગ લેવા આદેશ કરાયો છે તેમજ જે વિદ્યાર્થી રિપોર્ટિંગ ન કરી હાજર ન થાય તેની ગેરહાજરી ગણી ટર્મ ગ્રાન્ટ કરવામા આવશે નહી અને પરીક્ષા આપી નહીં શકે.
વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે એમસીઆઈ દ્વારા સીનિયર ફેકલ્ટીના સુપરવિઝનમાં છેલ્લા વ્રષના વિદ્યાર્થીઓને કોરોના સારવાની મેનજમેન્ટ ટ્રેનિંગ થીયરીકલ અને પ્રેકિટકલ આપવા માટે જણાવાયુ છે પરંતુ ક્લિનિકલ ડયુટી આપી ન શકાય.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion