શોધખોળ કરો
Advertisement
પુલવામા આતંકી હુમલોઃ ભારતની પાકિસ્તાન પર મોટી કાર્યવાહી, 200% વધારી કસ્ટમ ડ્યૂટી
નવી દિલ્હીઃ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાનને ચારે બાજુથી ઘેરવાનું શરૂ કરી દીધું છે. ભારત સરકારે મોટો ફેંસલો લેતાં પાકિસ્તાનથી આયાત થતી તમામ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટીમાં 200 ટકા વધારો કરી દીધો છે. જેના કારણે પાકિસ્તાનના અર્થતંત્રને મોટો ફટકો પડશે. ભારતના ફેંસલાથી પાકિસ્તાનને 48.8 કરોડ ડોલરનો ઝટકો લાગી શકે છે.
નાણા મંત્રી અરૂણ જેટલીએ ટ્વિટ કરીને કહ્યું કે, પુલવામામાં થયેલી ઘટના બાદ ભારતે પાકિસ્તાનને આપેલો MFNનો દરજજો પરત લઈ લીધો છે. તાત્કાલિક અસરથી પાકિસ્તાનમાંથી ભારતને નિકાસ કરવામાં આવતી તમામ વસ્તુઓ પર કસ્ટમ ડ્યૂટીમાં 200 ટકા વધારો કરી દેવામાં આવ્યો છે. ભારતે પાકિસ્તાનથી 2017-18માં 48.8 કરોડ ડોલરની આયાત કરી હતી જ્યારે 1.92 અબજ ડોલરની નિકાસ કરી હતી. ભારત પાકિસ્તાનને ટામેટા, ખાંડ, ચા, પેટ્રોલિયમ ઓયલ, કપાસ, ટાચર, રબર સહિત 137 વસ્તુઓની નિકાસ કરે છે. જે અટારી-વાઘા બોર્ડર થઈને પાકિસ્તાન પહોંચે છે.
ભારત પાકિસ્તાનમાંથી અનાનસ, ફેબ્રિક કોટન, પેટ્રોલયિમ ગેસ, પોર્ટલેન્ડ સીમેન્ટ, કોપર વેસ્ટ અને સ્ક્રેપ, કોટન યાર્ન સહિત 264 વસ્તુઓ આયાત કરે છે. જે ઉરી, પુંછ અને મુઝ્ઝફરાબાદના રસ્તેથી ભારતને આયાત કર છે.India has withdrawn MFN status to Pakistan after the Pulwama incident. Upon withdrawal, basic customs duty on all goods exported from Pakistan to India has been raised to 200% with immediate effect. #Pulwama
— Arun Jaitley (@arunjaitley) February 16, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
દેશ
અમદાવાદ
Advertisement