શોધખોળ કરો
Advertisement
‘એસે કૈસે ચલેગા ખાન સાબ’...., પુણે પોલીસનું મજેદાર ટ્વીટ થયું વાયરલ
યૂઝરે જે વ્યક્તિની તસવીર ટ્વીટ કરી હતી તેની નંબર પ્લેટ પર ‘ખાનસાબ’ લખ્યું હતું.
નવી દિલ્હીઃ પોતાના મજાકિયા ટ્વીટ માટે જાણીતી પુણે પીલોસે ફરી એક વખત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. તેણે એક મોટર બાઈક ચાલકનું મેમો ફાડતા કહ્યું, એસે કૈસે ચલેગા ખાન સાબ...!’
એક યૂઝરે પુણે પોલિસને એક તસવીર ટેગ કરતાં ટ્વીટ કરી, ‘ખાનસાબ હેલમેટ વગર અને ફેન્સી નંબર પ્લેટ લગાવીને ફરી રહ્યા છે.’
રસપ્રદ વાત એ હતી કે યૂઝરે જે વ્યક્તિની તસવીર ટ્વીટ કરી હતી તેની નંબર પ્લેટ પર ‘ખાનસાબ’ લખ્યું હતું. ત્યાર બાદ પુણે પોલીસનો જે જવાબ આવ્યો હતો, તે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
પુણે પોલીસે લખ્યું, ‘ખાન સાબને કૂલ પણ બનવું છે, ખાન સાહને હેરસ્ટાઈલ પણ બતાવવી છે, ખાન સાબને હીરોવાળી બાઈક પણ ચલાવવી છે, પણ ખાન સાબને ટ્રાફિક નિયમ પાડવા નથી, આમ કેવી રીતે ચાલશે ખાન સાબ?' ત્યાર બાદ પુણે પોલીસે તે વ્યક્તિ પર કાર્રવાઈ કરતાં તેનો મેમો ફાડ્યો અને તેનો મેમો નંબર પણ પોસ્ટ કર્યો છે. પુણે પોલીસનો આ જવાબ લોકોને ખૂબ પસંદ પડી રહ્યો છે. લોકો પુણે પોલીસના ટ્વિટર હેન્ડલને ટેગ કરી આ તસવીર વાયરલ કરી રહ્યા છે.KHANSAAB ko cool bhi banana hai
KHANSAAB ko hairstyle bhi dikhani hai KHANSAAB ko hero waali bike bhi chalani hai Par KHANSAAB ko traffic rules follow nahin karne Aise kaise chalega KHANSAAB? #RoadSafety https://t.co/HaynTVwkuo — PUNE POLICE (@PuneCityPolice) January 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ગુજરાત
અમદાવાદ
દેશ
Advertisement