(Source: ECI/ABP News/ABP Majha)
Pune Accident Case: પુણે પોર્શ કાર અકસ્માત કેસમાં બે પોલીસકર્મીઓ બરાબરના ભરાયા, કરવામાં આવ્યા સસ્પેન્ડ
Pune Car Accident Case: મહારાષ્ટ્રમાં પુણે પોર્શ કાર અકસ્માત કેસમાં બે પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બે પોલીસકર્મીઓને બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
Pune Porsche Car Accident: પુણે પોર્શ કાર અકસ્માતમાં બે પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ ઈન્સ્પેક્ટર રાહુલ જગદાલે અને આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર વિશ્વનાથ તોડકરીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને યરવડા પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. તેણે આ ઘટના વિશે વાયરલેસ કંટ્રોલ રૂમને જાણ કરી ન હતી, જેના કારણે તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પુણેના સીપી અમિતેશ કુમારે આ માહિતી આપી છે. રવિવાર (19 મે)ના રોજ એક ઝડપી પોર્શ કારે બાઇક સવારને પાછળથી ટક્કર મારી હતી, જેના કારણે બે એન્જિનિયરોએ જીવ ગુમાવ્યો હતો.
Pune car accident case: Police Inspector (PI) Rahul Jagdale and Assistant Police Inspector (API), Vishwanath Todkari, posted at Yerwada police station, have been suspended as they did not inform the wireless control room about the accident: CP Pune Amitesh Kumar
— ANI (@ANI) May 24, 2024
Two people were…
તો બીજી તરફ, શુક્રવારે પુણેની એક અદાલતે શહેરના કલ્યાણી નગર વિસ્તારમાં પોર્શ કાર અકસ્માતમાં સંડોવાયેલા 17 વર્ષના છોકરાના પિતા વિશાલ અગ્રવાલ અને આ કેસના અન્ય પાંચ આરોપીઓને 7 જૂન સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. ફરિયાદ પક્ષે વધુ તપાસ માટે તેની પોલીસ કસ્ટડી વધારવાની માંગ કરી હતી.
કોર્ટે આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા
કોર્ટે સગીર આરોપીના પિતા અગ્રવાલ અને દારૂ પીરસતી બે હોટલના માલિક અને કર્મચારીઓ અને અન્યને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. જ્યાં બિલ્ડરના પુત્રએ કથિત રીતે તેની પોર્શ કાર સાથે મોટરસાઇકલ સવાર બે સોફ્ટવેર એન્જિનિયરોને કચડી નાખતા પહેલા દારૂ પીધો હતો. પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે અગાઉના દિવસે કહ્યું હતું કે 19 મેના રોજ વહેલી સવારે અકસ્માતના સમયે એવું દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે સગીર કાર ચલાવી રહ્યો ન હતો અને એક પુખ્ત વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો.
આરોપીઓને પોલીસ કસ્ટડી પૂરી થયા બાદ એડિશનલ સેશન્સ જજ એસપી પોંકશે સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. અન્ય આરોપીઓમાં કોસી રેસ્ટોરન્ટના માલિક નમન ભુટાડા અને તેના મેનેજર સચિન કાટકર છે. આ સિવાય બ્લેક ક્લબના મેનેજર સંદીપ સાંગલે અને તેના કર્મચારીઓ જયેશ ગાવકર અને નિતેશ શેવાની છે. રિયલ એસ્ટેટ ડેવલપર અગ્રવાલની જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ 75 અને 77 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.