શોધખોળ કરો
Advertisement
(Source: Dainik Bhaskar)
બ્લેક રંગની ડાઇ લગાવી 17.50 લાખ રૂપિયામાં વેચ્યો સફેદ ઘોડો, રંગ ઉતરતા થયો ખુલાસો
ચંડીગઢઃ પંજાબના ફરીદકોટમાં મોંઘી જાતનો ઘોડો ખરીદવાના શોખીન એક વ્યક્તિ છેતરપિંડીનો શિકાર બન્યો છે. કરણબીર ઇન્દ્ર સિંહ શેખો નામના આ વ્યક્તિએ એક અન્ય વ્યક્તિ પાસેથી બ્લેક ઘોડો ખરીદ્યો હતો પરંતુ તે સફેદ નીકળ્યો. વાસ્તવમાં કરણબીર સિંહે જે ઘોડો ખરીદ્યો હતો તે સફેદ હતો પરંતુ તેના પર વેચનારે ડાઇ કલર લગાવીને વેચી માર્યો હતો. પીડિતે તેની ફરિયાદ ફરીદકોટમાં કરી છે.
કરણબે જણાવ્યું કે આરોપીએ તેને એક કાળા રંગનો ઘોડો બતાવ્યો અને તેની કિંમત 24 લાખ જણાવી હતી. બાદમાં આ ડીલ 17.50 લાખમાં નક્કી થઇ હતી. ઘોડો ખરીદ્યા બાદ પીડિત તેને લઇ ગયો હતો. કેટલાક દિવસો બાદ ઘોડા પર કરવામાં આવેલી ડાઇનો રંગ ઉતરવા લાગ્યો અને અનેક જગ્યાએથી તે સફેદ દેખાવા લાગ્યો. જ્યારે કરણબીરે તેની તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે તે દગાનો શિકાર બન્યો છે અને તે પોતાના ફરિયાદ લઇને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પીડિતાએ જણાવ્યું કે, તે મોંઘી જાતના ઘોડા ખરીદે છે અને આ માટે બરનાલા પહોંચ્યો હતો. આરોપી મેવા સિંહ અને તેના માતા પિતા સહિત કુલ આઠ લોકોએ બ્લેક રંગનો ઘોડો લઇને આવ્યા હતા અને તેને 17.50 લાખમાં ઘોડો વેચ્યો હતો. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ધર્મ-જ્યોતિષ
Advertisement
gujarati.abplive.com
Opinion