અંબિકા સોનીએ આ કારણોસર પંજાબના મુખ્યમંત્રી બનવાનો કર્યો ઇન્કાર, જાણો શું આપ્યુ નિવેદન
અંબિકા સોનીએ કહ્યું કે, “પાર્ટીની પ્રક્રિયા ચાલી રહી છે. એક-એક ઘારાસભ્યનો મત લેખિતમાં લેવાઇ રહ્યો છે.પાર્ટીમાં કોઇ વિખવાદ નથી”. તેમણે આ વાત મુદ્દે પ્રેસ સાથે વાત કરી હતી.
Punjab Congress Crisis: અંબિકા સોનીએ કહ્યું કે, “પાર્ટીની પ્રક્રિયા ચાલી રહી છે. એક-એક ઘારાસભ્યનો મત લેખિતમાં લેવાઇ રહ્યો છે.પાર્ટીમાં કોઇ વિખવાદ નથી”. તેમણે આ વાત મુદ્દે પ્રેસ સાથે વાત કરી હતી.
Punjab Congress Crisis: શનિવારે પંજાબના મુંખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પંજાબના મુખ્યમંત્રી પદથી રાજીનામુ આપી દીધું. ત્યારબાદથી પંજાબમાં રાજકીય ગતિવિધિ તેજ થઇ ગઇ છે. કોંગ્રેસે હજું સુધી પંજાબમાં હજું સુધી મુખ્યમંત્રી પદની જાહેરાત નથી થઇ. હજું પાર્ટી નવા ચહેરાની શોધમાં છે. આ ઘટના ક્રમમાં કોગ્રેસના વરિષ્ઠ નેતા અંબિકા સોનીએ (Congress Leader Ambika Soni) એ કહ્યું કે, તેમણે પંજાબના મુખ્યમંત્રી બનવા માટે ઇન્કાર કરી દીધો છે. તેમણે આ માટેનું કારણ રજૂ કરતા જણાવ્યું કે, સીખ બહુમતિ ધરાવતા આ રાજ્ય માટે મુખ્યમંત્રી પર સીખના જ હોવા જોઇએ”.
તેમણે આ મામલે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વાત કરતા જણાવ્યું કે, “ પંજાબ કોંગ્રેસ પાર્ટીમાં કોઇ ટકરાવ નથી અને બહુ જલ્દી બધુ જ ઠીક થઇ જશે” સોનિયાની નિકટની હોવાથી જો આપને મુખ્યમંત્રી પદ માટે ઓફર મળે તો? મીડિયાના આ સવાલના જવાબ પર અંબિકા સોનીએ કહ્યું હતું કે,” મુખ્યમંત્રીના પદ માટેની ઓફરનો મેં ઇન્કાર કરી દીધો છે. કારણે મારૂ માનવું છે કે, પંજાબ જેવા સીખ બહુસંખ્યક રાજ્યના મુખ્યમંત્રી પણ સીખ સમુદાયના જ હોવા જોઇએ”.
અંબિકા સોનીએ કહ્યું કે, “પાર્ટીની પ્રક્રિયા ચાલી રહી છે. એક-એક ઘારાસભ્યનો મત લેખિતમાં લેવાઇ રહ્યો છે.પાર્ટીમાં કોઇ વિખવાદ નથી”.ઉલ્લેખનિય છે કે, આ બઘા વચ્ચે અંબિકા સોનીએ પંજાબના ઘટનાક્રમ મુદ્દે કોંગ્રેસના પૂર્વ અઘ્યક્ષ રાહુલ ગાંધી (Congress Ex President Rahul Gandhi) સાથે મુલાકાત કરી હતી.
આ પણ વાંચો
ગુજરાત કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના દાદાનું નિધન, ફેસબુક પર લખી ભાવુક પોસ્ટ
ઉત્તરાખંડની ચૂંટણી પહેલા કેજરીવાલે કરી મોટી જાહેરાત, જાણો ક્યાં કર્યા 6 મોટા વાયદા