(Source: ECI/ABP News/ABP Majha)
નીતિન પટેલ આજે મહેસાણામાં ભાજપ કાર્યાલયની મુલાકાતેઃ ભાજપ કાર્યકરો, હોદ્દેદારો , કાઉન્સિલર્સને શું અપાઈ સૂચના ?
ગુજરાતની નવી રચાયેલી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાંથી પડતા મૂકાયેલા ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રવિવારે પોતાના મતવિસ્તાર મહેસાણાની મુલાકાતે છે
મહેસાણાઃ ગુજરાતની નવી રચાયેલી ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાંથી પડતા મૂકાયેલા ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ રવિવારે પોતાના મતવિસ્તાર મહેસાણાની મુલાકાતે છે. નીતિન પટેલ બપોરે 2.30 કલાકે મહેસાણામાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે હાજરી આપશે.
નીતિન પટેલ ભાજપના કાર્યકરો સાથે મુલાકાત કરીને તેમને માર્ગદર્શન આપશે. નીતિન પટેલની મુલાકાતને અનુલક્ષીને ભાજપના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક કાઉન્સિલર્સને ભાજપ કાર્યાલય ખાતે હાજર રહેવા સૂચના અપાઈ છે. નીતિન પટેલ નાયબ મુખ્યમંત્રી હતા ત્યારે કોઈ પણ સ્થળે તેમની મુલાકાત સમયે સ્વયંભૂ જ ભાજપના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક કાઉન્સિલર્સ હાજર રહેતા હતા. હવે હોદ્દા પર ના રહેતાં ભાજપના કાર્યકરો, સંગઠનના હોદ્દેદારો અને સ્થાનિક કાઉન્સિલર્સને હાજર રહેવા સૂચના અપાઈ છે એ સૂચક છે.
ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી
આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના મતે 19થી 21મી સપ્ટેંબર સુધીમાં રાજ્યમાં મેઘ રાજા મન મૂકીને વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને તાપીમાં પણ વરસી શકે છે ભારે વરસાદ તો સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ,ભાવનગર, ભારે વરસાદની આગાહી કરાઇ છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના છે. હાલ બંગાળની ખાડીમાં લૉ પ્રેશર સક્રિય થયું છે. આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે. જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. મહત્વનું છે કે ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં વરસી ચૂક્યો છે 73.67 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 87.19 ટકા વરસાદ નોંધાયો છે.
ગુજરાતમાં 21 સપ્ટેમ્બર સુધીમાં પંચમહાલ, મહિસાગર, ભરૂચ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, ભાવનગર, સુરત, વડોદરા નર્મદા, નવસારી અને તાપી એમ 16 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ અઠવાડિયે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર ડિપ ડિપ્રેશનમાં ફેરવાયા બાદ ફરીથી લો-પ્રેશરમાં ફેરવાયું છે. હાલમાં લો-પ્રેશર મધ્યપ્રદેશ પર છે પણ ગુજરાત તરફ આવી રહ્યું છે અને આગામી થોડા દિવસો સુધી મધ્ય ગુજરાત પર રહેશે. આ લો-પ્રેશર 48 કલાકમાં નબળું થતું જશે તેના કારણે ણે મધ્ય પ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદની સંભાવના બની રહી છે.
આ લો પ્રેશરના કારણે મધ્ય પ્રદેશમાં શુક્રવારે અને શનિવારે ભારે વરસાદ પડ્યો હતો. આ ભારે વરસાદ રવિવારે પણ યથાવત રહેશે. તેના કારણે રાજસ્થાન અને ગુજરાતમાં 18 સપ્ટેમ્બરથી 21 સપ્ટેમ્બર સુધી અતિ ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે.