શોધખોળ કરો
Advertisement
પંજાબના આ મંત્રી પ્રજાના પૈસે કરી રહ્યા છે જલસા, ઘરમાં લગાવ્યા છે 27 AC અને 14 ગીઝર
વાર્ષિક વિજળી બિલ લાખોમાં આવે છે અને તેની ચૂકવણી સરકારી ખજાનામાંથી કરવામાં આવે છે
અમૃતસરઃ પંજાબમાં સરકારી કર્મચારીઓને પગાર મળી રહ્યો નથી. પંજાબના નાણામંત્રી મનપ્રીત બાદલ સરકારી ખજાના ખાલી હોવાનું કારણ આપી રહ્યા છે પરંતુ તેમના પાંચ રૂમના ઘરમાં 27 એસી લાગ્યા છે. એટલું જ નહી વાર્ષિક વિજળી બિલ લાખોમાં આવે છે અને તેની ચૂકવણી સરકારી ખજાનામાંથી કરવામાં આવે છે. જોકે, નાણામંત્રી ઓફિસમાં લોકોને આર્થિક સંકટની વાત કરતા ચા પીવડાવી રહ્યા નથી. તેમણે પોતાની ઓફિસ બહાર એક બોર્ડ માર્યું છે જેમાં લખ્યું છે કે અહીં કોઇને પણ ચા પીવડાવવામા આવતી નથી.
અગાઉમાં નાણામંત્રીના આ પગલાની લોકોએ વખાણ કર્યા હતા પરંતુ જ્યારથી મંત્રીજીની કરની અને કથનીમાં ફેર હોવાની વાત બહાર પડી છે લોકો અનેક સવાલ ઉઠાવી રહ્યા છે. વાસ્તવમાં એક આરટીઆઇમાં ખુલાસો થયો હતો કે પંજાબના નાણામંત્રી મનપ્રીત બાદલના પાંચ રૂમના સરકારી બંગલામાં કુલ 27 એસી અને 14 ગીઝર લાગ્યા છે. એટલું જ નહી તેમના સરકારી ઘરમાં વાર્ષિક વિજળી બિલ 6 લાખ રૂપિયા નજીક આવે છે પરંતુ તેનું પેમેન્ટ સરકારી ખજાનાથી થાય છે.
પંજાબ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ અને લોકસભાના સાંસદ ભગવંત માને આ મામલાને લઇને સતાધારી પાર્ટી પર શાબ્દિક હુમલો કર્યો છે. તેમણે કહ્યુ કે મનપ્રીત બાદલ રાજ્યને સાચવવામાં પુરી રીતે નિષ્ફળ રહ્યા છે. કેપ્ટન અમરિંદર સિંહને ખ્યાલ નથી કે રાજ્યમાં શું ચાલી રહ્યું છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ટેકનોલોજી
બિઝનેસ
Advertisement