ક્રિકેટના મેદાન પર હચમચાવનારી ઘટના: સિક્સર ફટકાર્યા બાદ બેટ્સમેનનું ગ્રાઉન્ડ પર જ નિધન, રૂંવાડા ઉભા કરી દેતો વીડિયો વાયરલ!
ફિરોઝપુરમાં 49 રન બનાવી બેટિંગ કરી રહેલા ખેલાડીને આવ્યો હાર્ટ અટેક; સીપીઆર આપવાના પ્રયાસો પણ નિષ્ફળ, પ્રાણીપ્રેમીઓમાં રોષ.

Batsman heart attack on field: પંજાબના ફિરોઝપુર જિલ્લાના ગુરુહર સહાય વિસ્તારમાં આવેલી DAV સ્કૂલના મેદાન પર રમાઈ રહેલી ક્રિકેટ મેચ દરમિયાન એક ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના બની છે. રવિવારે (જૂન 29) સવારે એક બેટ્સમેન હરજીત સિંહ (ઉંમરનો ઉલ્લેખ નથી) સિક્સર ફટકાર્યા બાદ મેદાન પર જ ઢળી પડ્યા અને તેમનું મૃત્યુ થયું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે જોઈને સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા છે.
માહિતી અનુસાર, હરજીત સિંહ (જેઓ સુથાર તરીકે કામ કરતા હતા) સફેદ અને કાળા રંગનું ટી-શર્ટ પહેરીને બેટિંગ કરી રહ્યા હતા. તેઓ 49 રન બનાવી સારી લયમાં હતા. મેચ દરમિયાન, તેમણે એક બોલ પર જોરદાર સિક્સર ફટકારી. સિક્સર ફટકાર્યા બાદ તેઓ ક્રીઝ પર બેસી ગયા. નોન-સ્ટ્રાઈક પર ઉભેલા તેમના સાથી ખેલાડી પણ તેમની પાસે આવીને બેસી ગયા.
થોડી જ વારમાં, હરજીત અચાનક ક્રીઝ પર સૂઈ ગયા. મેદાનમાં હાજર સાથી ખેલાડીઓ તરત જ તેમની પાસે આવ્યા અને તેમને ઉઠાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં હરજીત બેભાન થઈ ગયો હતો. કેટલાક ખેલાડીઓએ તેમને CPR (કાર્ડિયોપલ્મોનરી રિસસિટેશન) આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે સફળ થયો નહીં અને હરજીત સિંહનું મેદાન પર જ હાર્ટ અટેકથી નિધન થયું.
ख़ौफ़नाक।
— Sagar Kumar “Sudarshan News” (@KumaarSaagar) June 29, 2025
पंजाब के फिरोजपुर में क्रिकेटर ने छक्का मारते ही अचानक से हार्ट अटैक आया और मैदान पर ही मौत हो गई। pic.twitter.com/DMy8OKDIC1
વાયરલ વીડિયો અને સમાન ઘટનાઓ
આ ઘટનાનો રૂંવાડા ઊભા કરી દેતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જે ભારતમાં હાર્ટ અટેકના વધતા જતા કેસોની ગંભીરતા દર્શાવે છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે જૂન મહિનામાં પણ મુંબઈમાં આવી જ એક ઘટના બની હતી. મુંબઈના કાશ્મીરા વિસ્તારમાં બોક્સ ક્રિકેટ મેચ દરમિયાન એક યુવકે સિક્સર માર્યા બાદ હૃદયરોગના હુમલાથી મેદાન પર જ જીવ ગુમાવ્યો હતો.
દેશમાં હાર્ટ એટેકના કેસમાં સતત વધારો થઈ રહ્વયો છે. જેના કારણે બધા ચિંતિત છે. દરરોજ યુવાનોના હાર્ટ એટેકથી મોતના સમાચાર સામે આવતા રહે છે. ઘણા લોકો માટે એ આશ્ચર્યજનક હતું કે હરજીત સિંહનું સ્વાસ્થ્ય ખૂબ જ સારું હતું અને તે શારીરિક રીતે ફીટ હોવા છતાં તેમને હાર્ટ એટેક આવ્યો હતો. હરજીત સિંહના મૃત્યુ પાછળના કારણથી ઘણા લોકો ચોંકી ગયા છે.




















