શોધખોળ કરો
Advertisement
પંજાબ: સંગરુરમાં સ્કૂલ વેનમાં આગ લાગતા 4 બાળકો જીવતા ભળથું થયા, CM અમરિંદર સિંહે વ્યક્ત કર્યું દુખ
પોલીસે જણાવ્યા મુજબ, આ ઘટના લોંગોવાલ-સિદસામચાર રોડ પર બની બતી. ઘટના સમયે વાનમાં 12 જેટલા બાળકો હતા.
પંજાબ: સંગરુરમાં શનિવારે બપોરે એક દુખદ અકસ્માત થતાં ચાર નિર્દોષ બાળકોના મોત થાય છે. એક સ્કૂલ વાનમાં આગ લાગતા ચાર બાળકો જીવતા ભડથું થઈ ગયા છે. એક ખાનગી સ્કૂલના બાળકોને લઈને ઘરે પરત ફરી રહેલી મિની વેનમાં આગ લાગી હતી. બાળકો 10 થી 12 વર્ષના હતા, વાનમાં 12 બાળકો સવાર હતા. આગ લાગ્યા બાદ કેટલાક બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
પોલીસે જણાવ્યા મુજબ, આ ઘટના લોંગોવાલ-સિદસામચાર રોડ પર બની બતી. ઘટના સમયે વાનમાં 12 જેટલા બાળકો હતા. જ્યારે ગાડીમાં આગ લાગી ત્યારે આસપાસ ખેતરોમાં કામ કરતા લોકોએ આઠ બાળકોને બહાર કાઢ્યા હતા, જો કે ચાર બાળકો આગની ઝપેટમાં આવી ગયા હતા અને તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ડ્રાઈવરને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.
4 children die as school van catches fire in Punjab's Sangrur district: Police.
— Press Trust of India (@PTI_News) February 15, 2020
પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે દુખ વ્યક્ત કરતા ટ્વીટ કરીને કહ્યું કે, ‘સંગરુરની ઘટના વિશે જાણીને દુખ થયું. એક સ્કૂલ વાનમાં આગ લાગવાથી આપણે 4 બાળકોને ગુમાવ્યા. ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ડીસી અને એસએસપી ઘટના સ્થળે છે અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ’
Very sad to learn of the news from Sangrur, where we lost 4 children because their school van caught fire. Injured have been rushed to the hospital. DC & SSP Sangrur are on the spot & I have ordered a magisterial enquiry. Guilty will be strictly punished.
— Capt.Amarinder Singh (@capt_amarinder) February 15, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion